<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંકના મૌદ્રિક સંગ્રહાલયે મૈ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકના મૌદ્રિક સંગ્રહાલયે મૈસૂર સિક્કાઓના વિશેષ પ્રદર્શનીને ખૂલ્લુ મૂક્યું
28 ઓગષ્ટ 2015 ભારતીય રિઝર્વ બેંકના મૌદ્રિક સંગ્રહાલયે મૈસૂર સિક્કાઓના ભારતીય રિઝર્વ બેંકના મૌદ્રિક સંગ્રહાલયે 20 ઓગષ્ટ 2015 ના રોજ મૈસૂર સિક્કાઓના વિશેષ પ્રદર્શનીને ખૂલ્લુ મૂક્યું. ડૉ. દીપાલી પંત જોશી, કાર્યપાલક નિર્દેશકે આ વિશેષ પ્રદર્શનીનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગ ઉપર મૈસૂર સિક્કાઓના પ્રદર્શની સંબંધિત 20 પૃષ્ઠવાળી પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું. શ્રી યૂ.એસ. પાલીવાલ, કાર્યપાલક નિર્દેશક, પ્રો. દામોદર આચાર્ય, રિઝર્વ બેંકના કેન્દ્રીય નિર્દેશક મંડળના નિર્દેશક તથા શ્રી એસ. રામસ્વામી, ક્ષેત્રીય નિર્દેશક, મુંબઈ કાર્યાલય હાજર હતા. Special Display of Mysore Coins at RBI’s Monetary Museum આ પ્રદર્શનીમાં 112 મૈસૂર સિક્કા રાખવામાં આવ્યા છે (સોનાના 13, ચાંદીના 6 તથા તાંબાના 93 સિક્કા) જે તલિકોટા યુદ્ધ પછી ઇસવી સન 1565 થી શરૂ કરીને ચાર સૈકાઓની સમયગાળા દરમ્યાનના મૈસૂરના મૌદ્રિક ઇતિહાસને વર્ણવે છે. આ પ્રદર્શનીમાં મૈસૂર વોડયારોં, હૈદર અલી અને ટીપૂ સુલ્તાનના શાસન કાળમાં જારી કરવામાં આવેલા સિક્કાઓને મહત્વ આપવામાં આવ્યું છે. મૈસૂર શાસકોના શાસન કાળમાં સુવર્ણના સિક્કાઓ મોટી સંખ્યામાં મળી આવે છે. સુવર્ણના સિક્કા જારી કરનાર કાંથિરવા નરસરાયા પહેલો શાસક હતો અને આ સિક્કા કાંથિરવા વરાહ અને અર્ધ વરાહના નામથી જાણીતા હતા, જેનું વજન ક્રમશ: 3.5 ગ્રામ અને 1.7 ગ્રામ જેટલુ હતું અને જેની એક બાજુ લક્ષ્મી નરસિંહ અને બીજી બાજુ તેના નામની નાગરી લીજેન્ડ ત્રણ પંક્તિમાં દર્શાવવામાં આવેલ છે. તેણે 0.35 ગ્રામ વજનના સુવર્ણના પણમ પણ જારી કર્યા જેની એક બાજુ નરસિંહ છે અને બીજી બાજુ તેનુ નામ છે. ત્યારબાદ દીવાન પૂર્ણેયાએ કૃષ્ણરાજા-III (ઇ.સ. 1799-1882) ના શાસન કાળમાં ગિડ્ડા કાંથિરવા પણમ (‘ગિડ્ડા’ નો શાબ્દિક અર્થ થાય છે ‘ગાઢા’) નો પુન: પ્રારંભ કર્યો. આ પ્રથા હૈદર અલી અને ટીપૂ સુલ્તાનના શાસન કાળમાં જારી રહી. આ તથા બીજી વધુ સામગ્રીને જોવા માટે કૃપા કરીને ભારતીય રિઝર્વ બેંકના મૌદ્રિક સંગ્રહાલય, અમર બિલ્ડીંગ (નીચેનો માળ), સર પી.એમ. રોડ, ફોર્ટ, મુંબઈ – 400 001 માં પધારો. સમય : મંગળવારથી રવિવાર, સવારના 10.45 વાગ્યાથી સાંજે 05.15 સુધી; સોમવાર અને બેંકોમાં રજાના દિવસોએ બંધ. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન : 2015-2016/519 |