<font face="mangal" size="3">પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનુč - આરબીઆઈ - Reserve Bank of India
પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન
ફેબ્રુઆરી 16, 2018 પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન પ્રચાર મીડિયામાં એવા અહેવાલો છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) માં થયેલી USD 1.77 બિલિયન રકમની છેતરપીંડીના પગલે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ) પીએનબીને અન્ય બેંકોને લેટર ઑફ અન્ડરટેકિંગ (એલઓયુ) હેઠળ તેની પ્રતિબધ્ધતાઓ પૂરી કરવા માટે નિર્દેશ આપ્યો છે. આરબીઆઇ આવાં કોઈ સૂચનો આપ્યા હોવાનો ઇનકાર કરે છે. પીએનબી (PNB) માં છેતરપિંડી એ બેંકના એક કે વધુ કર્મચારીઓ દ્વારા ગુનાહિત આચરણ અને આંતરિક નિયંત્રણની નિષ્ફળતાના કારણે ઉભા થતા ઓપરેશનલ જોખમનો કેસ છે. આરબીઆઇ એ પહેલેથી જ પીએનબીમાં નિયંત્રણ સિસ્ટમોનું સુપરવાઇઝરી મૂલ્યાંકન હાથ ધર્યું છે અને ઉચિત સુપરવાઈઝરી કાર્યવાહી કરશે. જોસ જે કટટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/2233 |