ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર રોયલ મોનેટરી ઓથોરીટી ઓફ ભૂતાન સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરે છે.
તારીખ: 18 એપ્રિલ 2017 ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર રોયલ મોનેટરી ઓથોરીટી ઓફ ભૂતાન સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરે છે. ભારતીય રિઝર્વ બેંકે “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર રોયલ મોનેટરી ઓથોરીટી ઓફ ભૂતાન સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમોયુ) પર હસ્તાક્ષર કર્યા. એમોયુ પર રોયલ મોનેટરી ઓથોરીટી ઓફ ભૂતાન વતી ડેપ્યુટી ગવર્નર શ્રી ફાજો દોરજી અને ભારતીય રિઝર્વ બેંક વતી શ્રી એસ એસ મુન્દ્રા, ડેપ્યુટી ગવર્નર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારતીય રિઝર્વ બેંક દ્વારા કેટલાક દેશોના પર્યવેક્ષકો સાથે વધુ સહકારને ઉત્તેજન આપવા માટે તથા પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, લેટર ફોર સુપરવાઈઝરી કો-ઓપરેશન તથા સ્ટેટમેન્ટ ઓફ કો-ઓપરેશન કરવામાં આવ્યા. આ સાથે આરબીઆઇ એ આવા 39 એમોયુ, એક લેટર ફોર સુપરવાઈઝરી કો-ઓપરેશન અને એક સ્ટેટમેન્ટ ઓફ કો-ઓપરેશન સહી કરેલા છે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016 – 2017/2808 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: