ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે MoU પર હસ્તાક્ષર કરે છે
તારીખ: 21 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે MoU પર હસ્તાક્ષર કરે છે. ભારતીય રિઝર્વ બેંકે તારીખ 19 ઓક્ટોબર 2016 ના રોજ “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર પ્રજાસત્તાક મ્યાનમાર સંઘ ની સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. MoU પર શ્રી યુ. ક્યાઉ તીન, વિદેશી બાબતોના રાજ્ય પ્રધાન, મ્યાનમાર સરકાર દ્વારા સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર વતી તથા શ્રી એસ. એસ. મુન્દ્રા, ડેપ્યુટી ગવર્નર દ્વારા ભારતીય રિઝર્વ બેંક વતી નવી દિલ્હીમાં શ્રી નરેન્દ્ર મોદી, માનનીય પ્રધાનમંત્રી અને એચ. ઈ. આંગ સાન સુ કી, સ્ટેટ કાઉન્સેલર, મ્યાનમાર ની ભવ્ય ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં સહી કરવામાં આવી. ભારતીય રિઝર્વ બેંક દ્વારા કેટલાક દેશોના પર્યવેક્ષકો સાથે વધુ સહકારને ઉત્તેજન આપવા માટે તથા પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, લેટર ફોર સુપરવાઈઝરી કો-ઓપરેશન તથા સ્ટેટમેન્ટ ઓફ કો-ઓપરેશન કરવામાં આવ્યા. આ સાથે તેણે આવા 34 MoUs, એક લેટર ફોર સુપરવાઈઝરી કો-ઓપરેશન અને એક સ્ટેટમેન્ટ ઓફ કો-ઓપરેશન સહી કરેલા છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016 – 2017/995 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: