<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘P’ સાથેની <span style="fo - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘P’ સાથેની ₹10 ની બેંક નોટ્સ જારી કરશે
14 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘P’ સાથેની ₹10 ની બેંક નોટ્સ જારી કરશે ભારતીય રિઝર્વ બેંક, ટૂંક સમયમાં, મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર ધારણ કરતી બંને નંબરીંગ પેનલ્સમાં ઈન્સેટ અક્ષર ‘P’ સાથેની ₹ 10 ના મૂલ્યવર્ગની બેંક નોટ્સ જારી કરશે. પ્રીન્ટીંગનું વર્ષ ‘2015’ બેંક નોટની પાછળની બાજુએ દેખાય છે. જારી કરવામાં આવનાર આ બેંક નોટોની ડિઝાઈન બીજી બધી બાબતમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત અગાઉ જારી કરવામાં આવેલી ₹ 10 ની બેંક નોટની સમાન છે. મૂલ્યવર્ગ ₹ 10 ની બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરવામાં આવેલી બધી જ બેંક નોટ્સ વૈધ મુદ્રા (legal tender) તરીકે ચલણમાં રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/903 |