<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘R’ સહિત <span style="font-family:Arial;">₹</s - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘R’ સહિત ₹ 1000 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે
09 મે 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘R’ સહિત ₹ 1000 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક જલ્દીથી મહાત્મા ગાંધીની શૃંખલા 2005 માં ₹ 1000 ના મૂલ્યવર્ગની નોટ બહાર પાડશે જેમાં બંને સંખ્યા પેનલોમાં ઇનસેટ લેટર ‘R’ હશે. આ બેંકનોટોના અગ્રભાગમાં બીજી બધી વિશેષતાઓ હશે જેમાં અંકોનું વધતું કદ (મોટા થતા અક્ષરો), બ્લીડ લાઇનો અને મોટું ઓળખાણ ચિહ્ન સામેલ હશે તથા આ નોટો પર ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર હશે. આ બેંકનોટોના પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ ‘2016’ અંકિત કરેલું હશે. હવે બહાર પાડવામાં આવનાર આ બેંકનોટોની ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી શૃંખલા 2005 માં પહેલા બહાર પાડવામાં આવેલી ₹ 1000 ના મૂલ્યવર્ગની બેંકનોટો જેવી રહેશે. સંખ્યા પેનલોમાં આંકડાઓનું વધતું કદ પરંતુ બ્લીડ લાઇનો અને મોટા ઓળખાણ ચિહ્ન રહિત ₹ 1000 ના મૂલ્યવર્ગની બેંકનોટો સહિત ₹ 1000 ના મૂલ્યવર્ગમાં રિઝર્વ બેંક દ્વારા પૂર્વે બહાર પાડવામાં આવેલી બધી જ બેંકનોટ વૈધ મુદ્રા તરીકે ચલણમાં રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/2611 |