<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની <span style="f - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની ₹ 500 ની બેંક નોટ્સ જારી કરશે
16 નવેમ્બર 2015 ભારતીય રિઝર્વ બેંક ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની ₹ 500 ની બેંક નોટ્સ જારી કરશે ભારતીય રિઝર્વ બેંક, ટૂંક સમયમાં, મહાત્મા ગાંધી શૃંખલા-2005માં ₹ 500 મૂલ્યવર્ગની બંને સંખ્યા પેનલોમાં ઈન્સેટ અક્ષર ‘L’ સાથેની બેંક નોટ્સ જારી કરશે. આ નોટો પર ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર હશે અને પૃષ્ઠ ભાગ પર પ્રીન્ટીંગનું વર્ષ ‘2015’ પ્રીન્ટ કરવામાં આવ્યું છે. જારી કરવામાં આવનાર આ બેંક નોટોની ડિઝાઈન બીજી બધી બાબતમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 અંતર્ગત અગાઉ જારી કરવામાં આવેલી ₹ 500 ની બેંક નોટની સમાન છે, જેમાં વધારાની વિશેષતાઓ જેવી કે સંખ્યા પેનલોમાં વધતા કદના આંકડા, બ્લીડ રેખાઓ તથા અગ્રભાગ પર મોટું ઓળખ ચિહ્ન શામેલ છે. આવી વિશેષતાઓ સાથેની ₹ 500 ના મૂલ્યવર્ગની બેંકનોટ સૌ પ્રથમ સપ્ટેમ્બર 2015 માં જારી કરવામાં આવી હતી. મૂલ્યવર્ગ ₹ 500 ની બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરવામાં આવેલી બધી જ બેંક નોટ્સ વૈધ મુદ્રા (legal tender) તરીકે ચલણમાં રહેશે. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન : 2015-2016/1157 |