<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંક “ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965ની - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક “ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965ની સુવર્ણ જયંતી” ના ઉપલક્ષ્યમાં ₹ 5 ના સિક્કા જારી કરશે
3 સપ્ટેમ્બર 2015 ભારતીય રિઝર્વ બેંક “ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965ની સુવર્ણ જયંતી” ભારતીય રિઝર્વ બેંક, ભારત-પાકિસ્તાન યુદ્ધ 1965 ની સુવર્ણ જયંતીના ઉપલક્ષ્યમાં ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ₹ 5 ના સિક્કાઓને જલ્દી થી ચલણમાં મૂકશે. સિક્કાની ડિઝાઇન આ પ્રકારની હશે: અગ્ર ભાગ: સિક્કાની મધ્યમાં અશોક સ્તંભનો સિંહ શિર્ષ રહેશે, જ્યારે તેની નીચે “સત્યમેવ જયતે” ના મુદ્રાલેખને અંકિત કરવામાં આવશે, તેની ડાબી બાજુના ઉપરના પરિઘ પર દેવનાગરી લિપિમાં “भारत” શબ્દ અને જમણી બાજુ ઉપરના પરિઘ પર અંગ્રેજીમાં “INDIA” શબ્દ હશે. સિંહ શીર્ષની નીચે રૂપિયાનું ચિહ્ન "₹" તથા આંતરરાષ્ટ્રીય અંકોમાં અંકિત મૂલ્ય "5" પણ હશે. પૃષ્ઠ ભાગ: સિક્કાની મધ્યમાં ડાબી તેમજ જમણી બાજુએ જેતુનના પર્ણની ડિઝાઇન સાથે “અમર જવાન” સ્મારકનું ચિત્ર હશે, જેમાં ડાબી બાજુએ ઉપરના પરિઘ પર દેવનાગરી લિપિમાં “वीरता एवं बलिदान” તથા જમણી બાજુએ ઉપરના પરિઘ પર અંગ્રેજીમાં "VALOUR AND SACRIFICE" અંકિત કરવામાં આવશે. સ્મારકના ચિત્રની નીચે વર્ષ "2015" અંકિત કરવામાં આવશે. સિક્કાના આ ભાગ પર ઉપરના પરિઘ પર દેવનાગરી લિપિમાં "1965 सामरिक अभियान का स्वर्ण जयंती वर्ष" અને નીચેના પરિઘ પર અંગ્રેજીમાં "GOLDEN JUBILEE 1965 OPERATIONS" પણ અંકિત કરવામાં આવશે. સિક્કા નિર્માણ અધિનિયમ 2011 મુજબ આ સિક્કાની માન્ય ચલણ તરીકે ગણાશે. આ મૂલ્યવર્ગના હાલના સિક્કા પણ માન્ય ચલણ તરીકે ચાલુ રહેશે. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન : 2015-2016/577 |