ભારતીય રિઝર્વ બેંક ₹૧૦૦ ના અંકિત મૂલ્યની નવી ડીઝાઈનની બેંક નોટ જારી કરશે
૧૯ જુલાઇ ૨૦૧૮ ભારતીય રિઝર્વ બેંક ₹૧૦૦ ના અંકિત મૂલ્યની નવી ડીઝાઈનની બેંક નોટ જારી કરશે ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૧૦૦ ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે, જેની પર ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર ડૉ. ઊર્જિત આર. પટેલ ના હસ્તાક્ષર હશે. નવા અંકિત મૂલ્યની બેંક નોટની પાછળના ભાગ પર “રાણી ની વાવ” નું ચિત્ર છે જે દેશના સાંસ્કૃતિક વારસાનું નિરૂપણ કરે છે. નોટનો મૂળ રંગ લવંડર છે. નોટની આગળ તથા પાછળ બંને પૃષ્ઠો પર અન્ય ડિઝાઇન, ભૌમિતિક પેટર્ન છે જેને એકંદર રંગ યોજના સાથે ગોઠવવામાં આવેલ છે. બેંકનોટ નું કદ ૬૬ એમએમ x ૧૪૨ એમએમ રહેશે. રિઝર્વ બેંક દ્વારા અગાઉની શ્રેણીમાં જારી કરાયેલ ₹૧૦૦ ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. સામાન્ય રીતે જ્યારે પણ નવી ડિઝાઇનની બૅન્ક નોટ જારી કરવામાં આવે છે, ત્યારે બૅન્કિંગ ચેનલ દ્વારા લોકોને વહેંચણી માટે આ નોટોની પ્રિન્ટીંગ તથા પુરવઠો ધીમે ધીમે વધે છે. મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૧૦૦ ના અંકિત મૂલ્યની બેંક નોટનું ચિત્ર તથા મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે: i. ચિત્ર અગ્ર ભાગ (આગળ) ![]() પૃષ્ઠ ભાગ (પાછળ) ![]() ii. મુખ્ય વિશેષતાઓ અગ્ર ભાગ (આગળ) ૧. અંકિત મૂલ્ય અંક 100 સાથે આરપાર મેચિંગ ૨. અંકિત મૂલ્ય અંક 100 સાથે અંતર્ગત છબી ૩. દેવનાગરીમાં અંકિત મૂલ્ય અંક १०० ૪. વચ્ચે મહાત્મા ગાંધીની તસવીર ૫. સૂક્ષ્મ અક્ષરો 'RBI', 'भारत', 'INDIA' અને '100' ૬. કલર બદલાવ સાથે 'भारत', 'RBI' અભિલેખ સહિત વિન્ડો સુરક્ષા તાર (થ્રેડ). નોટ ને ત્રાંસી કરીને જોવાથી તારનો રંગ લીલામાથી ભૂરો (બ્લુ) થાય છે. ૭. મહાત્મા ગાંધીના ચિત્રની જમણી બાજુ ગેરંટી કલમ, પ્રોમિસરી નોટ સહિત ગવર્નરના હસ્તાક્ષર અને ભારતીય રિઝર્વ બેન્કનું પ્રતીક ૮. જમણી બાજુ અશોક સ્તંભ પ્રતીક ૯. મહાત્મા ગાંધી નું ચિત્ર અને ઇલેક્ટ્રોટાઈપ (100) વૉટરમાર્ક ૧૦. સૌથી ઉપર ડાબી બાજુએ તથા જમણી બાજુ તળિયે નાનાથી મોટા થતા અંક સાથે નંબર પેનલ ૧૧. દ્રષ્ટિબાધિત લોકો માટે કોતરેલી આકૃતિ (Intaliyo) અથવા ઉપસેલી પ્રિન્ટીંગમાં મહાત્મા ગાંધી ની છબી, અશોક સ્તંભ પ્રતીક, સુક્ષ્મ લખાણ 100 સાથે ઉપસેલું ત્રિકોણીય ઓળખ ચિન્હ, જમણી અને ડાબી બાજુએ ચતુષ્કોણીય બ્લીડ રેખાઓ પૃષ્ઠ (પાછળ) ૧૨. ડાબી બાજુ નોટ છાપવાનું વર્ષ ૧૩. સ્લોગન સાથે “સ્વચ્છ ભારત” લોગો ૧૪. ભાષા પેનલ ૧૫. "રાણી ની વાવ" ની તસવીર ૧૬. દેવનાગરીમાં અંકિત મૂલ્ય અંક १०० જોસ જે કટ્ટુર પ્રેસ પ્રકાશન: ૨૦૧૮-૨૦૧૯/૧૭૪ |
પેજની છેલ્લી અપડેટની તારીખ: