<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત <span style="font-family:Arial;">₹</s - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે
13 એપ્રિલ 2016 ભારતીય રિઝર્વ બેંક ઇનસેટ લેટર ‘L’ સહિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર દ્વારા હસ્તાક્ષરિત ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે. આ બેંકનોટોમાં ઇનસેટ લેટર ‘L' હશે. પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. બહાર પાડવામાં આવનાર બેંકનોટોની ડિઝાઇન, મહાત્મા ગાંધી શૃંખલા – 2005 અંતર્ગત પૂર્વે બહાર પાડેલ ₹ 10 ના મૂલ્યવર્ગની બેંકનોટોના સમાન જ હશે. કેવળ એટલો ફરક હશે કે નીચે આપેલ નોટના ચિત્રપટમાં દર્શાવ્યા મુજબ પ્રસ્તુત નોટોની સંખ્યા પેનલોમાં અંકોનું કદ ડાબીથી જમણી બાજુ વૃદ્ધિ પામતું હશે જ્યારે પહેલા ત્રણ અક્ષરીય-અંક (જે અંકની શરુઆતમાં આવે છે)નું કદ એકસમાન રહેશે. સંખ્યા પેનલોમાં વધતા કદના અંકો સહિતની બેંકનોટો ₹ 50, ₹ 100, ₹ 500 व ₹ 1000 ના મૂલ્યવર્ગોમાં પહેલા પણ બહાર પાડવામાં આવેલી છે. બેંક દ્વારા પહેલા બહાર પાડવામાં આવેલ ₹ 10 ના મૂલ્યવર્ગની બધી જ બેંકનોટ વૈધ મુદ્રા રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/2413 |