RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78461441

ભારતીય રિઝર્વ બેંક “સ્વામી ચિન્મયાનંદ જન્મશતાબ્દી” ના અવસર પર 10 ના સિક્કા સંચલિત કરશે

22 જૂન 2016

ભારતીય રિઝર્વ બેંક “સ્વામી ચિન્મયાનંદ જન્મશતાબ્દી” ના અવસર પર 10
ના સિક્કા સંચલિત કરશે

સ્વામી ચિન્મયાનંદ જન્મશતાબ્દીના અવસર પર ભારત સરકાર દ્વારા જારી 10 ના સિક્કાને ભારતીય રિઝર્વ બેંક જલ્દી થી પ્રસરણમાં મૂકશે.

આ સિક્કાની ડિઝાઇનનું વર્ણન ભારત સરકાર, નાણા મંત્રાલય, આર્થિક કાર્ય વિભાગ દ્વારા જારી ભારતના રાજપત્ર – અસાધારણ – ભાગ I - ખંડ 1- સં 274 તારીખ 30 એપ્રિલ 2015 માં નીચે પ્રમાણે અધિસૂચિત કરવામાં આવ્યું છે -

અગ્ર ભાગ

સિક્કાના અગ્ર ભાગ પર મધ્યમાં અશોક સ્તંભનો સિંહ શીર્ષ હશે, જેની નીચે "सत्यमेव जयते" મુદ્રા લેખ અંકિત કરેલો હશે. તેના ડાબી બાજુના પરિઘ પર દેવનાગરી લિપિમાં "भारत" શબ્દ અને જમણી બાજુના ઉપરના પરીઘ પર અંગ્રેજીમાં "INDIA" શબ્દ હશે. સિંહ શીર્ષની નીચે રૂપિયાનું પ્રતિક "" અને આંતરરાષ્ટ્રીય અંકોમાં અંકિત મૂલ્ય "10" પણ હશે.

પૃષ્ઠ ભાગ

સિક્કાના આ ભાગ પર મધ્યમાં “સ્વામી ચિન્મયાનંદ” નું ચિત્ર હશે, સિક્કાના ઉપરના ભાગ પર દેવનાગરી લિપિમાં "સ્વામી ચિન્મયાનંદની જન્મશતાબ્દી” અને નીચલા પરીઘ પર અંગ્રેજીમાં “BIRTH CENTENARY OF SWAMI CHINMAYANANDA” અને ચિત્રની નીચે આંતરરાષ્ટ્રીય અંકોમાં “2015” અંકિત કરેલ હશે.

આ સિક્કા, ભારતીય સિક્કા-નિર્માણ અધિનિયમ 2011 હેઠળ વૈધ મુદ્રા છે. આ મૂલ્યવર્ગના વર્તમાન સિક્કા પણ વૈધ મુદ્રા બની રહેશે.

અજિત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2015-2016/2974

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?