RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78469229

ભારતીય રિઝર્વ બેંક સાર્વજનિક લેણદેણો માટે 1 જુલાઈ 2016 ના રોજ કાર્ય કરશે

28 જૂન 2016

ભારતીય રિઝર્વ બેંક સાર્વજનિક લેણદેણો માટે 1 જુલાઈ 2016 ના રોજ કાર્ય કરશે

સમીક્ષા કરવા પર અને બજારની લેણદેણોના સમાધાનની સુવિધા માટે તથા સામાન્ય જનતાની લેણદેણોમાં સહાયતા પ્રદાન કરવાના હેતુથી ભારતીય રિઝર્વ બેંકે નિર્ણય લીધો છે કે રિઝર્વ બેંક 1 જુલાઈ 2016 ના રોજ સાર્વજનિક લેણદેણો માટે ખુલ્લી રહેશે. સામાન્ય રીતે, રિઝર્વ બેંક તેના વાર્ષિક હિસાબી સમાપનને કારણે 1 જુલાઈ ના રોજ સાર્વજનિક લેણદેણો માટે બંધ રહેતી હોય છે. રિઝર્વ બેંકનું હિસાબી વર્ષ જુલાઈ થી જૂન સુધીનું હોય છે.

તેમ છતાં, 1 જુલાઈ 2016ના રોજ તેના હિસાબી ચોપડાઓના વાર્ષિક સમાપનને ધ્યાનમાં રાખતા –

  1. સેવાઓ જેવી કે, આરટીજીએસ/એનઈએફટી, ભંડોળનું હસ્તાંતરણ અને જામીનગીરીઓનું સમાધાન વિગેરે સવારે 11.00 વાગ્યાથી ઉપલબ્ધ રહેશે;

  2. બધા જ લેણદેણોના માટે ભંડોળો અને જામીનગીરીઓનું સમાધાન જે ટી+0 ના આધાર પર થાય છે, તે સવારે 11.00 વાગ્યાથી શરૂ થશે;

  3. રિઝર્વ બેંકની ચલનિધિ સમાયોજન સુવિધા (liquidity adjustment facility – LAF- એલએએફ) / સીમાંત સ્થાયી સુવિધા (Marginal Standing Facility – MSF – એમએસએફ) ના અંતર્ગત બધી બાકી લેણદેણોના પ્રત્યાવર્તન માટે સમાધાન તે દિવસે સવારે 11.00 વાગે થશે;

  4. એલએએફ રેપો વિંડો સવારે 11.30 વાગ્યાથી 3.00 વાગ્યા સુધી પરિચાલિત રહેશે; અને

  5. 14 દિવસીય સાવધિ રેપો હરાજી વિંડો બપોરે 12.30 થી 1.00 વાગ્યા સુધી પરિચાલીત રહેશે.

અલ્પના કિલ્લાવાલા
પ્રધાન પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2015-2016/3028

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?