ભારતીય રિઝર્વ બેંક 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે શાખા સૂચક (Branch Locator) ને અદ્યતન કરે છે
01 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે શાખા સૂચક (Branch Locator) ને અદ્યતન કરે છે ભારતીય રિઝર્વ બેંકે તેનો શાખા સૂચક (Branch Locator) – તેની વેબસાઈટ પર ની એક લીન્ક કે જેમાં વાણિજ્ય બેંકો ની શાખાઓ/ કાર્યાલયો ની યાદી નો સમાવેશ થાય છે તેને સુધારેલો છે. હવે લીન્ક માં 2011 ની જનગણના મુજબ પુનરાવર્તિત વસ્તી આધાર સાથે શાખાઓ/ કાર્યાલયો નું વિવિધ વસ્તી જૂથોમાં વર્ગીકરણ છે. રિઝર્વ બેંક ના પરિપત્રમાં જણાવ્યા અનુસાર (RBI/2016-17/60/DBR.No.BAPD.BC.12/22.01.001/2016-17 dated September 1, 2016), 2011 ની વસ્તી ગણતરી મુજબ કેન્દ્રો ના વસ્તી જૂથો ના વર્ગીકરણ ની પ્રભાવી તારીખ 01 સપ્ટેમ્બર 2016 છે. કેન્દ્રો (ગામ/ નગર) કે જ્યાં બેંક ની શાખાઓ/ કાર્યાલયો આવેલા છે તેમને તાજેતર ના (2011) વસ્તી પત્રક ના ડેટા અનુસાર તેમની વસ્તી ના આધારે ચાર જૂથો (ગ્રામ્ય,અર્ધ શહેરી (Semi-Urban), શહેરી અને મેટ્રોપોલીટન) માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. લીન્ક (/en/web/rbi/-/guidelines-for-identifying-census-centres-2035) પર શાખા સૂચક પરના ટેબલો પરની સંબંધિત નોંધો તથા કેન્દ્રો ની ઓળખ માટે ઉપયોગ માં લેવાયેલી વિસ્તૃત માર્ગદર્શિકાઓ ને પણ અદ્યતન કરવામાં આવેલી છે. રિઝર્વ બેંકે તેના બ્રાન્ચ ઓથોરીઝેશન પરના માસ્ટર પરિપત્ર ના સંદર્ભ માં બેંકો દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી ના આધારે આ ડેટા ને સંકલિત કર્યા છે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1081 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: