ભારતીય રિઝર્વ બેંકે “લક્ષ્મી વિષ્ણુ સહકારી બેંક લિ. ઈચલકરંજી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર” પર જારી કરેલ નિર્દેશ પાછા ખેંચ્યા
12 ઓક્ટોબર 2015 ભારતીય રિઝર્વ બેંકે “લક્ષ્મી વિષ્ણુ સહકારી બેંક લિ. ભારતીય રિઝર્વ બેંકે “લક્ષ્મી વિષ્ણુ સહકારી બેંક લિ. ઈચલકરંજી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર” પર તારીખ 28 માર્ચ 2006ના રોજ જારી કરેલ સર્વ સમાવિષ્ટ નિર્દેશ પાછા ખેંચ્યા છે. આ નિર્દેશ 12 ઓક્ટોબર 2015ના રોજ કારોબાર સમાપ્તિથી અમલી બનશે. આ નિર્દેશ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 35એ ની પેટા કલમ (2) અંતર્ગત પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવ્યો છે. નિર્દેશની નકલ હિત ધરાવનાર જનતાના સભ્યો માટે બેંકના પરિસરમાં લગાવવામાં આવી છે. હવે પછી બેંક તેનો રોજિંદો કારોબાર પૂર્વવત્ જારી રાખશે. સંગીતા દાસ પ્રેસ પ્રકાશન : 2015-2016/886 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: