<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંકે “ધી જનતા કોમર્શિયલ કો-ઓપ&# - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે “ધી જનતા કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ. ખામગાંવ, બુલઢાણા, મહારાષ્ટ્ર” પર જારી કરેલ નિર્દેશ પાછા ખેંચ્યા
28 ઓગષ્ટ 2015 ભારતીય રિઝર્વ બેંકે “ધી જનતા કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ. ભારતીય રિઝર્વ બેંકે “ધી જનતા કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ. ખામગાંવ, બુલઢાણા, મહારાષ્ટ્ર” પર તારીખ 12 સપ્ટેમ્બર 2012ના રોજ જારી કરેલ નિર્દેશ પાછા ખેંચ્યા છે. આ નિર્દેશ 26 ઓગષ્ટ 2015ના રોજ કારોબાર સમાપ્તિથી અમલી બનશે. આ નિર્દેશ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગૂ પડતો હોય તે મુજબ) ની કલમ 35ક ની પેટા કલમ (2) અંતર્ગત પ્રાપ્ત સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવ્યો છે. નિર્દેશની નકલ હિત ધરાવનાર જનતાના સભ્યો માટે બેંકના પરિસરમાં લગાવવામાં આવી છે. હવે પછી બેંક તેનો રોજિંદો કારોબાર પૂર્વવત્ જારી રાખશે. સંગીતા દાસ પ્રેસ પ્રકાશન : 2015-2016/534 |