<font face="mangal" size="3">આરબીઆઈ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવ&# - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ પરના નિર્દેશો પરત ખેંચે છે
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઈ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ પરના નિર્દેશો પરત ખેંચે છે ભારતીય રિઝર્વ બેન્કે 06 નવેમ્બર 2006 ના નિર્દેશ દ્વારા, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35A, કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ ને નિર્દેશો જારી કર્યા હતા. નિર્દેશો 14 નવેમ્બર 2006 ના કામકાજ ના અંત થી બીજા આગળ ના આદેશ સુધી અમલમાં હતા અને સમય સમય પર સમીક્ષાને અધીન હતા. રિઝર્વ બેંક ને જાહેર હિત માં તેમ કરવું આવશ્યક હોવાનો સંતોષ થતા, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35A ની પેટા કલમ (2), કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરીને બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ ઉક્ત નિર્દેશો 07 ડીસેમ્બર 2016 થી અમલમાં આવે તે રીતે પાછા ખેંચે છે. જો કે, બેંક ઓપરેશનલ ઈન્સ્ટરક્ષન હેઠળ કારોબાર ચાલુ રાખશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન;2016-2017/1505 |