<font face="mangal" size="3">આરબીઆઈ વૃદ્ધીશીલ સીઆરઆર પાછો ખેંચે છે</font> - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ વૃદ્ધીશીલ સીઆરઆર પાછો ખેંચે છે
તારીખ: 07 ડીસેમ્બર 2016 આરબીઆઈ વૃદ્ધીશીલ સીઆરઆર પાછો ખેંચે છે તારીખ 26 નવેમ્બર 2016 ના દિવસે ભારતીય રિઝર્વ બેન્કે 26 નવેમ્બર 2016 થી શરુ થતા પખવાડિયા થી અમલમાં આવે તે રીતે ,16 સપ્ટેમ્બર 2016 અને 11 નવેમ્બર 2016 વચ્ચેના સમયમાં શિડ્યૂલ્ડ બેન્કો ની નેટ ડીમાન્ડ અને ટાઇમ લાયબીલીટીઝ (NDTL) માં થયેલા વધારા પર 100 % ના વૃદ્ધીશીલ CRR ની જાહેરાત કરી હતી. આ પાછળનો આશય રૂ. 500 અને રૂ. 1000 ના મુલ્ય્વર્ગ ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવાથી પ્રણાલી / સીસ્ટમ માં તરલતા માં થયેલા મોટા વધારા ના એક ભાગ નો સમાવેશ કરવાનો હતો. એવું દર્શાવવામાં આવેલું કે વૃદ્ધીશીલ સીઆરઆર એ સંપૂર્ણરીતે હંગામી પગલું છે અને તેની 09 ડીસેમ્બર 2016 અથવા તે પહેલાં સમીક્ષા કરવામાં આવશે. માર્કેટ સ્ટેબિલાઈઝેશન સ્કીમ (એમએસએસ) હેઠળ પ્રતિભૂતિઓ / સિક્યોરીટીઝ જારી કરવાની ઉચ્ચત્તમ સીમામાં 6000 બિલીયન સુધી વધારો કરવામાં આવેલ હોવાથી, 10 ડીસેમ્બર 2016 થી શરુ થતા પખવાડિયા થી વૃદ્ધીશીલ સીઆરઆર પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવેલો છે. વૃદ્ધીશીલ સીઆરઆર બંધ થવાથી નિર્મુક્ત લીક્વીડીટી એમએસએસ ઇસ્યુ કરીને અને લીક્વીડીટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી ના પરિચાલન ના મિશ્રણ દ્વારા સમાવિષ્ટ કરવામાં આવશે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1443 |