<font face="mangal" size="3">કો-ઓપરેટીવ બેંકો દ્વારા પાસબુક /બેંક સ્ટેટમે - આરબીઆઈ - Reserve Bank of India
કો-ઓપરેટીવ બેંકો દ્વારા પાસબુક /બેંક સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાની વ્યવહારોની વિગત
RBI/2017-18/24 13 જુલાઈ, 2017 ચીફ એકઝીકયુટીવ ઓફિસર મહોદય/મહોદયા કો-ઓપરેટીવ બેંકો દ્વારા પાસબુક /બેંક સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાની વ્યવહારોની વિગત ડીપોઝીટરો ને પડતી અગવડ ટાળવા માટે, બેંક ખાતા ની પાસબુક /બેંક સ્ટેટમેન્ટ માં અસ્પષ્ટ એન્ટ્રી ટાળી ને ટૂંકી અને સ્પષ્ટ વિગતો ની એન્ટ્રી નીશ્ચીતપણે આપવા માટે કો-ઓપરેટીવ બેંકો ને સલાહ આપતા અમારા તારીખ 26 ઓક્ટોબર 2010 ના પરિપત્ર UBD.CO.BPD(PCB) No.18/12.02.001/2010-11 અને તારીખ 22 ઓક્ટોબર 2014 ના પરિપત્ર RPCD.CO.RCB.BC.No.36/07.51.010/2014-15 ના પરિશિષ્ટ ના ફકરા નં. 4.6.3 નું કૃપયા અવલોકન કરો. 2. અમારા ધ્યાન માં આવ્યું છે કે ખાતેદારો ક્રોસચેક કરી શકે તે માટે હજુ પણ ઘણી બેંકો, બેંક ખાતા ની પાસબુક /બેંક સ્ટેટમેન્ટ માં વ્યવહારો ની પુરતી વિગતો આપતી નથી. વધુ સારી ગ્રાહક સેવા ના હિત માં એવો નિર્ણય કરવા માં આવ્યો છે કે બેંકો ખાતા ના વ્યવહાર સંબંધિત ઓછા માં ઓછી પરિશિષ્ટ માં દરશાવ્યા મુજબ વિગતો આપશે. પરિશિષ્ટ માં ઉલ્લેખેલ વ્યવહારો સૂચક છે અને સમ્પૂર્ણ નથી. 3. કો-ઓપરેટીવ બેંકો વખતો વખત સુધારા ને અધીન ‘ડીપોઝીટ ઇન્સ્યુરન્સ કવર ‘ની વિગતો કવરેજ ની મર્યાદામાં પાસબુક માં સમાવશે. આપનો વિશ્વાસુ, (નીરજ નિગમ) પાસબુક /બેંક સ્ટેટમેન્ટ માં રેકર્ડ કરવાના દ્રષ્ટાન્ટરૂપ વર્ણનો
|