<font face="mangal" size="3">NCFE ની NFLAT (રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન ક - આરબીઆઈ - Reserve Bank of India
NCFE ની NFLAT (રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી) માટે રજીસ્ટ્રેશન (નોંધણી) ખુલ્લું મૂકવામાં આવે છે
તારીખ: 18 ઓક્ટોબર 2016 NCFE ની NFLAT (રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી) માટે રજીસ્ટ્રેશન (નોંધણી) ખુલ્લું મૂકવામાં આવે છે. નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સીયલ એજ્યુકેશન (વિત્તીય શિક્ષા માટે નું રાષ્ટ્રીય કેન્દ્ર) ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NFLAT) માટેની નોંધણી તારીખ 15 ઓક્ટોબર 2016 થી શરૂ થયેલ છે. ધી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સિક્યોરીટીઝ માર્કેટ (NISM), નવી મુંબઈ એ તમામ કક્ષા 6 થી 10 ના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE – NFLAT 2016 – 17) માં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. કસોટી ઓનલાઈન (I T ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેની શાળામાં) અને ઓફલાઈન (પેન અને કાગળથી શાળામાં જ) લેવામાં આવશે. કસોટી બે શ્રેણીમાં લેવાશે, એટલે કે, NFLAT – જુનીયર (વર્ગ 6 થી 8) અને NFLAT – (વર્ગ 9 થી 10). શાળાઓએ તેમની જાતેજ ઓનલાઈન નોંધણી કરવી પડશે. સ્કૂલની નોંધણી થયા પછી, જે તે શાળા દ્વારા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન (નોંધણી) કરવામાં આવશે. શાળાઓને ઓનલાઈન / ઓફલાઈન કસોટીના પ્રકાર પસંદ કરવા માટે વિકલ્પ પૂરો પાડવામાં આવશે. શાળાએ તેના પોતાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન / ઓફલાઈન કસોટી નું નિરિક્ષણ કરવું પડશે. ઓનલાઈન / ઓફલાઈન કસોટી માટે જરૂરી હોય તેવી કોઇપણ પ્રકારની સહાયતા NCFE / NISM ની ટીમ દ્વારા પૂરી પાડવામાં આવશે. શાળાઓ NCFE ની વેબસાઈટ પર નીચેની Link અનુસરીને તેમનું રજીસ્ટ્રેશન (એનરોલમેન્ટ) કરી શકશે. અગત્યની તારીખો –
NFLAT અને NFLAT – જુનીયર કસોટીઓનો સમયગાળો 60 મીનીટનો હશે અને અનુક્રમે 75 તથા 50 પ્રશ્નોનો સમાવેશ થયેલ હશે. કસોટી અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં લેવાશે. અભ્યાસક્રમની વિગતો / માહિતી NCFE ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. પુરસ્કારો (Awards) રાષ્ટ્રીય વિજેતા શાળાઓને (સર્વોચ્ચ ત્રણ શાળાઓ) ને દરેકને રોકડ પુરસ્કાર રૂપિયા 35000/- અને શિલ્ડ એનાયત થશે તથા શાળાઓના રાષ્ટ્રીય વિજેતા વિદ્યાર્થીઓનું (1 + 1 જોડ) પ્રમાણપત્રો, મેડલ અને લેપટોપ થી સન્માન કરવામાં આવશે. પ્રાદેશિક વિજેતા શાળાઓ (સર્વોચ્ચ ત્રણ શાળા પ્રત્યેક ઝોનમાં) ને દરેકને રૂપિયા 25000/- નો રોકડ પુરસ્કાર તથા શિલ્ડ એનાયત થશે તથા પ્રાદેશિક વિજેતા વિદ્યાર્થીઓ (1 + 1 જોડ) ને પ્રમાણપત્રો, મેડલ અને ટેબલેટ / કિન્ડલ્સ થી સન્માનીત કરવામાં આવશે. વધુ માહિતી નીચેના સ્થળેથી પ્રાપ્ત કરી શકાશે. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સિક્યોરીટીઝ માર્કેટસ, NISM ભવન, પ્લોટ નં. 82, સેક્ટર – 17, વાસી, નવી મુંબઈ – 400 703. ફોન નં. – 022 – 66734600 – 02, ઈમેલ – nflat@nism.ac.in. વેબસાઈટ: www.ncfeindia.org | www.nism.ac.in પૃષ્ઠભૂમિ (Backgroud) નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સિક્યોરીટીઝ માર્કેટસ (NISM) ને નેશનલ સ્ટ્રેટેજી ફોર ફાયનાન્સીયલ એજ્યુકેશનના અમલ માટેની નોડલ એજન્સી તરીકે identified કરવામાં આવી છે. આ અંગે NISM એ ભારતમાં વિત્તીય સાક્ષરતા તથા સમાવેશ ને સહભાગિતા ની પદ્ધતિ એ આગળ વધારવા વિત્તીય શિક્ષા માટેના રાષ્ટ્રીય કેન્દ્ર (NCFE) ની ભારતમાંના નાણાક્ષેત્રના તમામ નિયામકો ભારતીય રીઝર્વ બેંક (RBI), સીક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI), ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (IRDAI) અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA) ની મદદથી સ્થાપના કરેલ છે. NCFE ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE – NFLAT) એ આ દિશામાંનું એક પગલું છે. રાષ્ટ્રીય ક્ક્ષાની કસોટી યોજીને, NCFE શાળાના વિદ્યાર્થીઓને (વર્ગ 6 થી 10) નાણાના સિદ્ધાંતો નો અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરવાનું આયોજન કરે છે તથા તેમની નાણાંકીય જાગરૂકતા માપે છે કે જેથી તેઓ નાની ઉંમરે જીવનની અગત્યની કુશળતા કેળવે કે જે પાછળથી યોગ્ય નાણાંકીય નિર્ણયો લેવા તરફ દોરી જાય. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016 – 2017/956 |