<font face="mangal" size="3">ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રજિસ્ટર&# - આરબીઆઈ - Reserve Bank of India
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રજિસ્ટર્ડ થયેલા MSME બોરોઅર્સ માટે રાહત.
આરબીઆઇ/2017-18/129 ફેબ્રુઆરી 07, 2018 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયંત્રિત તમામ બૅન્કો અને એનબીએફસીઓ મહોદયા / પ્રિય મહોદય ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રજિસ્ટર્ડ થયેલા MSME બોરોઅર્સ માટે રાહત. હાલમાં, ભારતમાં સામાન્ય રીતે બેંકો અને એનબીએફસી લોન ખાતાને અનુક્રમે 90 દિવસ અને 120 દિવસના કસુર (delinquency) ના ધોરણો પર આધારિત બિન-ઉત્પાદક અસ્કયામતો (એનપીએ) તરીકે વર્ગીકૃત કરે છે. અમને રજૂઆત કરવામાં આવી છે કે જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન મારફત વ્યવસાયના ઔપચારિકરણથી સંક્રમણ તબક્કા દરમિયાન નાની સંસ્થાઓને (entities) બેન્કો અને એનબીએફસીને તેમની પુન: ચુકવણીની જવાબદારીને પહોંચી વળવામાં પડતી મુશ્કેલીઓ સહિત રોકડ પ્રવાહ પર પ્રતિકૂળ અસર થઇ છે. આ કંપનીઓને ઔપચારિક વ્યવસાય પર્યાવરણમાં તેમના સંક્રમણમાં ટેકો પૂરો પાડતા ઉપાય તરીકે એવું નક્કી કરવામાં આવ્યું છે કે નીચેની શરતોને આધીન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસ વિકાસ (એમએસએમઇડી) અધિનિયમ, 2006 હેઠળ વર્ગીકૃત થયેલ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસ તરીકે વર્ગીકૃત થયેલા બોરોઅરને બેંકો અને એનબીએફસીનું એક્સપોઝર,બેન્કો અને એનબીએફસીના ખાતામાં પ્રમાણભૂત અસ્કયામત (standard asset) તરીકે વર્ગીકૃત થવાનું ચાલુ રહેશે: (i) બોરોઅર 31 જાન્યુઆરી, 2018 ના રોજ જીએસટી પદ્ધતિ હેઠળ રજીસ્ટર થયેલ છે. (ii) 31 જાન્યુઆરી, 2018 ના રોજ બિન-ફંડ આધારિત સવલતો સહિત બોરોઅર્સ માં બેન્કો અને એનબીએફસીનું કુલ એક્સપોઝર, ₹250 મિલિયન કરતાં વધારે નથી. (iii) 31 ઓગસ્ટ, 2017 ના રોજ દેવાદારનું ખાતું પ્રમાણભૂત (standard) હતું. (iv) સપ્ટેમ્બર 1, 2017 ના રોજ દેવાદારની મુદતવીતી રકમ તથા 1 સપ્ટેમ્બર 2017 અને જાન્યુઆરી 31, 2018 ના સમયગાળા દરમિયાન દેવાદાર પાસેથી બાકી રકમની ચુકવણી, તેમની જે તે મૂળ મુદતી તારીખોથી 180 દિવસો કરતાં મોડી કરવામાં આવી નથી. (v) આ પરિપત્રની શરતો અનુસાર એનપીએ તરીકે વર્ગીકૃત ન થયેલ એક્સપોઝર સામે બેન્કો / એનબીએફસી દ્વારા 5% ની જોગવાઈ કરવામાં આવશે. જ્યારે 90/1201 દિવસના ધોરણની બહાર કોઈ રકમ મુદતવીતી ન હોય, તો તે પ્રમાણે. ખાતાના સંદર્ભમાં જોગવાઈ ઉલટાવી શકાય છે. (vi) માત્ર અસ્કયામત વર્ગીકરણના ઉદ્દેશ્ય માટે વધારાનો સમય પૂરો પાડવામાં આવી રહ્યો છે, નહિ કે આવકની માન્યતા માટે, એટલે કે, જો દેવાદાર પાસેથી 90/1202 દિવસથી વધુ મુદતવીતી વ્યાજ બાકી હોય તો તેને માટે છે, અને આને ઉપાર્જનના આધારે (accrual) માન્ય કરવામાં આવશે નહીં. આપનો વિશ્વાસુ, (એસ કે. કાર) 1 એનબીએફસી માટે માર્ચ 31, 2018 થી અમલમાં આવે એમ 90 દિવસના કસૂર (delinquency) ના ધોરણે સંક્રમણના પરિણામે, જોગવાઈ નું રીવર્ઝલ 90 દિવસ ધોરણના સંદર્ભ સાથે હશે. 2 એનબીએફસી માટે માર્ચ 31, 2018 થી અમલમાં આવે એમ 90 દિવસ ના ધોરણે સંક્રમણના પરિણામે, આવકની માન્યતા પર પ્રતિબંધ 90 દિવસથી વધુ સમય માટેના મુદતવીતી વ્યાજના સંદર્ભમાં હશે. |