<font face="mangal" size="3">બચત ખાતામાંથી રોકડ ઉપાડની મર્યાદા દુર કરવા બ - આરબીઆઈ - Reserve Bank of India
બચત ખાતામાંથી રોકડ ઉપાડની મર્યાદા દુર કરવા બાબત
RBI/2016-17/224 08 ફેબ્રુઆરી 2017 સમગ્ર બેંન્કો પ્રિય મહોદય/મહોદયા બચત ખાતામાંથી રોકડ ઉપાડની મર્યાદા દુર કરવા બાબત. 1. કૃપયા ઉપરોક્ત વિષય બાબતમાં અમારા તા. 30 જાન્યુઆરી 2017 પરિપત્ર નં. DCM (PIG) 2905/10.27.00/2016-17 નુ અવલોકન કરો. 2. તારીખ 9 નવેમ્બર 2016 થી સ્પેસીફાઇડ બેંન્ક નોટ (SBNs) ના ચલણમાંથી પરત લેવા (Withdrawal) બાદ, રિઝર્વ બેંન્ક બચત /ચાલુ / કેશ ક્રેડીટ / ઓવરડ્રાફ્ટ ખાતા અને ATM દવારા રોકડ ઉપાડવા માટે કેટલીક મર્યાદાઓ મુકેલ હતી. નવી નોટની પ્રાપ્યતા (પેસ ઓફ રિમોનીટાઈઝેશન) ની સમીક્ષા કરતાં, રિઝર્વ બેંકે આંશિક રીતે ચાલુ / કેશ ક્રેડીટ /ઓવરડ્રાફ્ટ ખાતામાંથી ઉપાડ કરવા માટેનો નિષેધ 31 જાન્યુઆરી 2017 થી અને ATM માંથી ઉપાડ કરવા માટે નો નિયમ 1 ફેબ્રુઆરી 2017 થી પાછો ખેંચેલ છે. (દુર કરવામાં આવેલ છે.) અલબત બચત ખાતાઓમાંથી ઉપાડ માટેની મર્યાદા ચાલુ જ રહેશે. 3. નવી નોટોની પ્રાપ્યતા ને ધ્યાનમાં રાખતા બચતખાતાઓ (જેમાં PMJDY અંતર્ગત ખોલેલા ખાતાનો સમાવેશ થાય છે.) માંથી રોકડ ઉપાડનો નિષેધ નીચે મુજબના બે તબક્કામાં ઉઠાવીલેવાનો હવે નિર્ણય કરવામાં આવેલ છે.
4. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો. આપનો વિશ્વાસુ. (પી.વિજય કુમાર) |