<font face="mangal" size="3">રિઝર્વ બૅંક બિટકોઇન્સ સહિતની વર્ચ્યુઅલ કરનĔ - આરબીઆઈ - Reserve Bank of India
રિઝર્વ બૅંક બિટકોઇન્સ સહિતની વર્ચ્યુઅલ કરન્સીઝના જોખમ અંગે ચેતવણી આપે છે
ડિસેમ્બર 05, 2017 રિઝર્વ બૅંક બિટકોઇન્સ સહિતની વર્ચ્યુઅલ કરન્સીઝના જોખમ અંગે ચેતવણી આપે છે બિટકોઈન સહિત વર્ચ્યુઅલ કરન્સીઝના ઉપયોગકર્તાઓ, ધરાવનારાઓ અને વ્યવસાય કરનારાઓને આવી VCs માં વ્યવહાર કરવામાં સંકળાયેલ સંભવિત આર્થિક, નાણાંકીય, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સલામતી સંબંધિત જોખમો અંગે ચેતવણી આપતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા 24 ડિસેમ્બર, 2013 ના રોજ બહાર પાડવામાં આવેલા પ્રેસ પ્રકાશન તરફ જાહેર જનતાના સભ્યોનું ધ્યાન દોરવામાં આવે છે. આરબીઆઇએ ફેબ્રુઆરી 1, 2017 ના પ્રેસ પ્રકાશન દ્વારા એ પણ સ્પષ્ટતા કરી છે કે તેણે કોઈપણ એન્ટિટી / કંપનીને આવી યોજનાઓ ચલાવવા અથવા બિટકોઇન કે કોઈપણ VC સાથે વ્યવહાર કરવા માટે કોઈ લાઇસન્સ / અધિકૃતતા આપી નથી. ઘણી વીસીના મૂલ્યાંકનમાં નોંધપાત્ર ઉછાળા (વધારા) અને ઇનિશિઅલ કોઈન ઓફરિંગ {પ્રારંભિક સિક્કા ઓફરિંગ (આઇસીઓ)} માં ઝડપી વૃદ્ધિના પગલે આરબીઆઇ અગાઉના પ્રેસ પ્રકાશનમાં જણાવેલી ચિંતાઓનું પુનરુચ્ચારણ કરે છે. જોસ જે. કટટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/1530 |