<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકે અલવર અર્બન કો-ઓપરેટીવ બે - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન નું લાઇસન્સ રદ્દ કર્યું.
૬ જુલાઈ ૨૦૧૮ ભારતીય રિઝર્વ બેંકે અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન નું લાઇસન્સ રદ્દ કર્યું. ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઇ એ), ૩ જુલાઇ ૨૦૧૮ ના આદેશ મુજબ ૫ જુલાઈ ૨૦૧૮ના રોજ કારોબાર ની સમાપ્તિ થી અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન નું બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવા માટેનું લાઇસન્સ રદ કર્યું છે. સહકારી મંડળીઓ ના રજિસ્ટ્રાર, રાજસ્થાન ને પણ બેંકનો કારોબાર સમાપ્ત કરવા આદેશ જારી કરવા તથા બેંક માટે ફડચા અધિકારી (લિકવીડેટરની) ની નિમણુંક કરવાની વિનંતી કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે આ લાઇસન્સ રદ કર્યું છે કારણ કે :
લાયસન્સ રદ કરવાના પરિણામે, અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન પર 'બેંકિંગ'ના વ્યવસાયનું સંચાલન કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ છે જેમાં બેંકિંગ વિનિયમ અધિનિયમ,૧૯૪૯ ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૫(બી) માં વ્યાખ્યાયિત થાપણોની સ્વીકૃતિ તથા થાપણોની ચુકવણી શામેલ છે લાઇસન્સ રદ્દીકરણ અને લીક્વીડેશન (ફડચા કાર્યવાહી) શરૂ કરવા સાથે, ડીઆઈસીજીસી અધિનિયમ, ૧૯૬૧ મુજબ અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન ના થાપણદારોને ચુકવણી કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. લીક્વીડેશન થવા પર, દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) પાસેથી સામાન્ય નિયમો અને શરતો અનુસાર તેની / તેણીની થાપણોની ₹ ૧,૦૦,૦૦૦/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની નાણાંકીય મર્યાદા સુધીની પરત ચુકવણી માટે હકદાર છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/69 |