<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંક બેંક ઓફ ઇન્ડિયા પર નાણાકી& - આરબીઆઈ - Reserve Bank of India
78504668
પ્રકાશિત તારીખ
સપ્ટેમ્બર 07, 2018
ભારતીય રિઝર્વ બેંક બેંક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લગાવે છે
07 સપ્ટેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક બેંક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), 30 ઓગસ્ટ 2018ના રોજ, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ “ છેતરપીંડી (ફ્રોડ)— વર્ગીકરણ અને રીપોર્ટીંગ “ પરના માસ્ટર પરિપત્રમાં સમાવિષ્ટ સૂચનાઓના ઉલ્લંઘન બદલ બેંક ઓફ ઇન્ડિયા (બેંક) પર રૂપિયા 10 મીલીયનનો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ, કેટલાક ખાતાઓમાં થયેલ છેતરપીંડી (ફ્રોડ)નું બેંક દ્વારા રીપોર્ટીંગ કરવામાં થયેલ વિલંબ ને ધ્યાનમાં રાખીને, ભારતીય રિઝર્વ બેન્કે બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતાં કલમ 47A (1) (c)ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવેલ છે. અનિરુદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન : 2018-2019/583 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?