બેંક ઑફ મહારાષ્ટ્ર પર ભારતીય રિઝર્વ બેંક લાદે છે નાણાકીય દંડ
07 સપ્ટેમ્બર 2018 બેંક ઑફ મહારાષ્ટ્ર પર ભારતીય રિઝર્વ બેંક લાદે છે નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે 30 ઓગષ્ટ, 2018 ના રોજ ઠગાઈ-વર્ગીકરણ અને રિપોર્ટિંગ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ માસ્ટર પરિપત્રમાં સમાવિષ્ટ સૂચનોનું ઉલ્લંઘન કરવા બદલ બેંક ઑફ મહારાષ્ટ્ર (બેંક) પર ₹. 10 મિલિયનનો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંક તરફથી ઠગાઈને શોધી અને તેનો અહેવાલ આપવામાં કરવામાં આવેલા વિલંબને ધ્યાનમાં રાખતાં બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 47ક (1)(ગ) ની સાથે કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં લાદેલ છે. અનિરુદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન : 2018-2019/584 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: