બેંક ઑફ મહારાષ્ટ્ર પર ભારતીય રિઝર્વ બેંક લાદે છે નાણાકીય દંડ
16 જાન્યુઆરી 2019 બેંક ઑફ મહારાષ્ટ્ર પર ભારતીય રિઝર્વ બેંક લાદે છે નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) 04 જાન્યુઆરી, 2019 ના એક આદેશ દ્વારા બેંક ઑફ મહારાષ્ટ્ર પર રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ 1 જુલાઈ, 2016 ના ઠગાઈ-વર્ગીકરણ અને રિપોર્ટિંગ પરના માસ્ટર નિર્દેશનું તેમજ 25 ફેબ્રુઆરી, 2016 ના આપના ગ્રાહકને ઓળખો પરના માસ્ટર નિર્દેશ (8 જુલાઈ, 2016 ના રોજ અદ્યતન કરવામાં આવેલ)નું અનુપાલન નહીં કરવા બદલ ₹10 મિલિયનનો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વે બેંક દ્વારા જારી કરવામાં આવેલ ઉપરોક્ત નિર્દેશોનું અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં રાખતાં બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 47ક (1)(ગ) ની સાથે કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં લાદવામાં આવેલ છે. આ કાર્યવાહી વિનિયમનકારી અનુપાલનમાં રહેલી ઊણપો પર આધારિત છે અને તેનો ઉદ્દેશ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈ પણ લેણદેણ અથવા કબૂલાતની વૈધતા પર નિર્ણય કરવાનો નથી. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1670 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: