RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78512549

ભારતીય રિઝર્વ બેંક ઈક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે.

તારીખ: 08 માર્ચ 2018

ભારતીય રિઝર્વ બેંક ઈક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે.

ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), 01 માર્ચ 2018 ના રોજ, ઇક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ (બેંક) પર આરબીઆઈ દ્વારા નિયત કરવામાં આવેલી લાયસન્સની શરતોમાંની એકનું અનુપાલન નહીં કરવા બદલ રૂપિયા એક મિલિયનનો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતા કલમ 47 A (1) (c)ની જોગવાઈઓ અંતર્ગત આરબીઆઈને મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવવામાં આવેલ છે.

આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ક્ષતિઓ પર આધારિત છે અને બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઇપણ વ્યવહાર અથવા કરારની કાયદેસરતા પર ભાર મૂકવાનો આશય નથી.

પૂર્વભૂમિકા

બેંક આરબીઆઈની પૂર્વ અનુમતિ પ્રાપ્ત કર્યા વિના મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ, પેન્શન પ્રોડક્ટ્સ, વીમા પ્રોડક્ટ્સ અને પોર્ટફોલીઓ મેનેજમેન્ટ સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ કરતી હોવાના અહેવાલ હતા. પ્રાપ્ત માહિતી અને અન્ય સંબંધિત દસ્તાવેજોના આધારે, બેન્કને તારીખ 18 જાન્યુઆરી 2018 ના રોજ એક નોટીસ જારી કરીને જણાવવામાં આવ્યું કે બેન્કને બેન્કીંગ લાયસન્સ ઇસ્યુ કરતી વખતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિયત કરાયેલ લાયસન્સની શરતોનું અનુપાલન નહીં કરવા બદલ શા માટે તેની પર દંડ લગાવવામાં ન આવે તે અંગે કારણ દર્શાવવું. બેન્કના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમ્યાન કરેલ મૌખિક રજુઆતો પર વિચારણા કર્યા બાદ આરબીઆઈ એવા તારણ પર આવી કે આરબીઆઈ દ્વારા નિયત કરવામાં આવેલી લાયસન્સની શરતોમાંની એકનું અનુપાલન નહીં કરવાનો ઉપરોક્ત આક્ષેપ પ્રમાણભૂત હતો અને નાણાકીય દંડ લગાવવો આવશ્યક હતો.

જોશ જે. કત્તુર
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2017-2018/2395

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?