RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502882

ભારતીય રિઝર્વ બેન્કે ફેડરલ બેન્ક લિમિટેડ ઉપર નાણાંકીય દંડ લાદયો

03 ઓક્ટોબર, 2018

ભારતીય રિઝર્વ બેન્કે ફેડરલ બેન્ક લિમિટેડ ઉપર નાણાંકીય દંડ લાદયો

બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (ધ એક્ટ) ની કલમ 19(2) નો ભંગ કરવાને કારણે અને (a) સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઈન્ફર્મેશન ઓન લાર્જ ક્રેડિટ ને માહિતી નો ડેટા મકલવાની (CRILC), (b) રિસ્ક બેઝ્ડ સુપરવિઝ્ન (RBS) ના મૂલ્યાંકન ની માહિતી નું પ્રેષણ, (c) ATM ને લગતી ગ્રાહકોની ફરિયાદોના નિવારણમાં વિલંબ અને (d) તમારા ગ્રાહક ને જાણો / એન્ટિ મની લોન્ડરિંગ (KYC/AML) ના ધોરણો ને લગતા દિશાનિર્દેશો નું અનુપાલન નહી કરવાથી, ભારતીય રિઝર્વ બેન્કે તેના 25 સપ્ટેમ્બર, 2018 ના આદેશ દ્વારા ફેડરલ બેન્ક લિમિટેડ પર 50 મિલિયન નો નાણાકીય દંડ લાદયો છે. બેન્ક ઉપરોક્ત કાયદાની જોગવાઈઓ અને આરબીઆઇ દ્વારા જારી કરાયેલ દિશાનિર્દેશો નું પાલન કરવામાં નિષ્ફળ જતાં, આરબીઆઇ એ આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 47(A)(1)(c) ને કલમ 46(4)(i) સાથે વાંચતાં, ની જોગવાઇઓ પ્રમાણે તેને મળેલ સત્તા હેઠળ કરેલ છે.

આ કાર્યવાહી બેન્કની નિયમનકારી અનુપાલનની ખામીઓ પર આધારિત છે અને તેને બેન્ક દ્વારા તેના ગ્રાહકો સાથેના કોઈ પણ વ્યવહાર અથવા કરાયેલ કરાર ની કાયદેસરતા પર અભિપ્રાય આપવાનો ઇરાદો નથી.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/778

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?