ભારતીય રિઝર્વ બેન્કે FINO પેમેંટ બેન્ક લિમિટેડ ઉપર નાણાંકીય દંડ લાદયો
05 નવેમ્બર, 2018 ભારતીય રિઝર્વ બેન્કે FINO પેમેંટ બેન્ક લિમિટેડ ઉપર નાણાંકીય દંડ લાદયો ચૂકવણી બેંક માટે ની કેટલીક લાઇસન્સિંગ શરતો અને ઑપરેટિંગ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવાના કારણે, અન્ય સૂચના (નિર્દેશ) ના મળે ત્યાં સુધી નવા ખાતા નહીં ખોલવાના આપેલ દિશાનિર્દેશ નો ભંગ કરવા ને કારણે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ), 31 ઓક્ટોબર, 2018 ના રોજ FINO પેમેન્ટ્સ બેંક લિમિટેડ (ધ બેંક) પર ₹10 મિલિયન નો નાણાંકીય દંડ લાદયો છે. આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 47 એ (1) (સી) ને કલમ 46 (4) (i) (સાથે વાંચતાં) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને મળેલ સત્તાના અન્વયે લાદવામાં આવ્યો છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/1055 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: