<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંક ચાર બેંકો પર નાણાકીય દંડ લ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ચાર બેંકો પર નાણાકીય દંડ લગાવે છે
13 ફેબ્રુઆરી 2019 ભારતીય રિઝર્વ બેંક ચાર બેંકો પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), તેના 31 જાન્યુઆરી 2019 આદેશો દ્વારા, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ ફંડના અંતિમ ઉપયોગની નિગરાની, અન્ય બેંકો સાથે માહિતીનું આદાન-પ્રદાન, છેતરપીંડીઓ (ફ્રોડ)નું વર્ગીકરણ અને રીપોર્ટીંગ તથા ખાતાઓનું રીસ્ટ્રકચરીંગ પરના વિવિધ નિર્દેશોનું પાલન નહી કરવા બદલ નીચે જણાવેલ ચાર બેંકો પર નાણાકીય દંડ લગાવેલ છે:
આ દંડ, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું પાલન કરવાની ઉપરની બેંકોની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને, ભારતીય રિઝર્વ બેન્કે બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતાં કલમ 47A (1) (c)ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવેલ છે. આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારીત છે અને બેંક અને તેના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા કોઇપણ કરાર અને વ્યવહાર ની વૈધ્યતા પર ઉચ્ચારણ કરવાનો ઈરાદો ધરાવતી નથી. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1930 |