<font face="mangal" size="3px">આઇ ડી એફ સી બેંક લીમીટેડ ઉપર આર. બી. આઇ. દ્વારા લા& - આરબીઆઈ - Reserve Bank of India
આઇ ડી એફ સી બેંક લીમીટેડ ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ
તારીખ : ઓક્ટોબર 24, 2017 આઇ ડી એફ સી બેંક લીમીટેડ ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ લોન અને એડવાન્સિસ બાબત ના નિયમનકારી પ્રતિબંધ ના ઉલ્લંઘન બદલ તારીખ ઓક્ટોબર 23, 2017 ના રોજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા આઇ ડી એફ સી બેંક લીમીટેડ (ધી બેંક) ઉપર રૂપિયા 20 મિલિયન નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4)(i) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત,આર બી આઇ દ્વારા બેન્ક ને ઇસ્યુ કરેલા કેટલાક નિર્દેશો ના બિન- પાલન ને ધ્યાન માં રાખીને આ દંડ લાદવામાં આવેલ છે. આ કાર્યવાહી નિયમનો ના પાલન ની ખામી ને કારણે કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ બેન્કે તેના ગ્રાહકો સાથે કરેલા વ્યવહારો કે કરારો ની માન્યતા પર ભાર મૂકવાનો નથી. પૃષ્ઠભૂમિ બેન્કની તારીખ ડિસેમ્બર 31,2016 ની નાણાકીય સ્થિતિ ઉપર આધારિત સ્ટેટ્સ રિપોર્ટ, લોન અને એડવાન્સિસ ની મંજૂરી / રિન્યુયલ ને લગતા કેટલાક નિર્દેશો નું બિન-પાલન છતું કરે છે. આ સ્ટેટ્સ રિપોર્ટ ના આધારે બેન્કને આર બી આઇ, દ્વારા ઇસ્યુ કરેલા નિર્દેશો ના બિન-પાલન માટે દંડ કેમ ન કરવામાં આવે તે માટે તેને તારીખ ઓગસ્ટ 07, 2017 ની કારણદર્શક નોટિસ આપવામાં આવેલ છે. બેન્ક ના જવાબ અને વ્યક્તિગત મૌખિક સુનાવણી ને ધ્યાનમાં લઈને આરબીઆઇ એવા નિષ્કર્ષ પર આવી છે કે આર બી આઇ, ના નિર્દેશો ના બિન-પાલન નો ઉપરોક્ત આરોપ પ્રમાણભૂત થયેલ છે અને તે નાણાકીય દંડ લાદવામાં નું સમર્થન કરે છે. જોસ જે ક્ત્તુર સ જાહેરાત : 2017-2018/1117 |