<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક ઇન્ડીયન મર્કન્ટાઈલ કો-ઓપđ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક ઇન્ડીયન મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 09 ઓકટોબર 2018 ભારતીય રિઝર્વ બેંક ઇન્ડીયન મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), તેના 26 સપ્ટેમ્બર 2018ના આદેશ દ્વારા, ઇન્ડીયન મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ (બેંક) પર ઉક્ત બેંકને જારી કરવામાં આવેલ “ઓલ ઇન્ક્લુઝીવ ડાયરેકશન્સ (એઆઈડી)”ના ઉલ્લંઘન તથા “છેતરપીંડીઓ (ફ્રોડ્ઝ)નું વર્ગીકરણ અને રીપોર્ટીંગ” પરની આરબીઆઈની માર્ગદર્શિકાઓનું પાલન નહી કરવા બદલ ₹ 02 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત માર્ગદર્શિકાઓ / નિર્દેશોનું પાલન કરવાની ઉક્ત બેન્કની નિષ્ફળતા ને ધ્યાનમાં રાખીને, ભારતીય રિઝર્વ બેન્કે બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતાં કલમ 47A (1) (c) તથા કલમ 56ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવેલ છે. આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારીત છે અને બેંક અને તેના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા કોઇપણ કરાર અને વ્યવહાર ની વૈધ્યતા પર ઉચ્ચારણ કરવાનો ઈરાદો ધરાવતી નથી. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/832 |