<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક કરુર વૈશ્ય બેંક લિમિટેડ પ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક કરુર વૈશ્ય બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 28 સપ્ટેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક કરુર વૈશ્ય બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), 25 સપ્ટેમ્બર 2018ના આદેશ દ્વારા, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ ઇન્કમ રેક્ગનીશન એન્ડ એસેટ કલાસીફીકેશન નોર્મ્સ (આઈઆરએસી), રીપોર્ટીંગ ઓફ ફ્રોડ્ઝ અને ચાલુ ખાતાઓ ખોલવાના સમયે શિસ્તની જરૂરિયાત અંગેના નિર્દેશોનું પાલન નહી કરવા બદલ કરુર વૈશ્ય બેંક લિમિટેડ (બેંક) પર ₹ 50 મીલીયનનો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ, આરબીઆઈએ જારી કરેલ ઉપરોક્ત નિર્દેશોનું પાલન કરવાની ઉક્ત બેન્કની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને, ભારતીય રિઝર્વ બેન્કે બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતાં કલમ 47A (1) (c)ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવેલ છે. આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારીત છે અને બેંક અને તેના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા કોઇપણ કરાર અને વ્યવહાર ની વૈધ્યતા પર ઉચ્ચારણ કરવાનો ઈરાદો ધરાવતી નથી. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/743 |