RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78518613

ભારતીય રિઝર્વ બેંક પંજાબ નેશનલ બેંક પર નાણાકીય દંડ લગાવે છે

27 માર્ચ 2019

ભારતીય રિઝર્વ બેંક પંજાબ નેશનલ બેંક પર નાણાકીય દંડ લગાવે છે.

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા “SWIFT સંબંધિત ઓપરેશનલ નિયંત્રણોનું સમય બદ્ધ અમલીકરણ અને મજબૂતીકરણ” પર જારી કરવામાં આવેલ વિવિધ નિર્દેશોનું પાલન નહી કરવા બદલ 36 બેંકો પર લગાવવામાં આવેલ દંડ સંબંધિત તારીખ 08 માર્ચ 2019ના પ્રેસ પ્રકાશન નંબર 2018-2019/2144 ના સંદર્ભ પ્રત્યે ધ્યાન દોરવામાં આવે છે. તેના અનુસંધાનમાં, ભારતીય રિઝર્વ બેન્કે, તેના 25 ફેબ્રુઆરી 2019 આદેશ દ્વારા, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ ઉપરોક્ત નિર્દેશોનું પાલન નહી કરવા બદલ પંજાબ નેશનલ બેંક (બેંક) પર રૂપિયા 20 મીલીયન (રૂપિયા વીસ મીલીયન) નો નાણાકીય દંડ લગાવેલ છે.

આ દંડ, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું પાલન કરવાની ઉક્ત બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને અને બેંકમાં અપરિપાલનની માત્રાના આધારે, ભારતીય રિઝર્વ બેન્કે બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતાં કલમ 47A (1) (c)ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવેલ છે.

આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારીત છે અને બેંક અને તેના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા કોઇપણ કરાર અને વ્યવહાર ની વૈધ્યતા પર ઉચ્ચારણ કરવાનો ઈરાદો ધરાવતી નથી.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન : 2018-2019/2300

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?