ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 07, 2018 ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 01, 2018 ના રોજ “બનાવટી નોટોની તપાસ અને જપ્તી” પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના બિન અનુપાલન માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (બેન્ક) પર ₹ 4 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા આ દંડ લાદવામાં આવ્યો છે. આ પગલું નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેન્ક દ્વારા થતા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચાર કરવાનો નથી. પૃષ્ઠભૂમિ અન્ય બાબતોની સાથે સાથે બેંકની બે શાખાઓની કરન્સી ચેસ્ટના નિરીક્ષણમાં “બનાવટી નોટોની તપાસ અને જપ્તી” પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનું ઉલ્લંઘન ધ્યાનમાં આવ્યું હતું. નિરીક્ષણ રીપોર્ટ અને સંબંધિત અન્ય દસ્તાવેજોના આધારે, તારીખ 5 જાન્યુઆરી 2018 ના રોજ આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ સૂચનાઓનું અનુપાલન નહીં કરવા બદલ શા માટે દંડ વસૂલ કરવો જોઈએ નહીં તે કારણ દર્શાવવા માટે બેંકને નોટિસ આપવામાં આવી હતી. બેંકનો જવાબ, અને વ્યક્તિગત સુનાવણીમાં પ્રસ્તુત થયેલ મૌખિક નિવેદનોને ધ્યાનમાં લીધા પછી આરબીઆઈ એ નિષ્કર્ષ પર આવી છે કે આરબીઆઇના દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓ અંગેના બિન-પાલનના ઉપરોક્ત આરોપો સિદ્ધ થાય છે અને નાણાંકીય દંડ લાદવાની જરૂર છે. જોસ કટ્ટોર પ્રેસ પ્રકાશન: 2017-2018/2385 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: