ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 200 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ચોક્કસ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ આ દંડ લાદવામાં આવ્યો છે. આ પગલું નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેન્ક દ્વારા થતા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચાર કરવાનો નથી. પૃષ્ઠભૂમિ બેંકમાં છેતરપીંડી સંબંધિત પ્રચાર માધ્યમ નાં અહેવાલોના આધારે, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનાં અમુક અતાઓ કે જેમાં નોંધપાત્ર વ્યવહારો હતા તેમની તપાસ કરવામાં આવી. આ સંદર્ભમાં મળેલા દસ્તાવેજોની તપાસ પછી આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોનું પાલન ન કરવા બદલ શા માટે પેનલ્ટી ન હોવી જોઈએ તેનું કારણ બતાવવા માટે બેંકને નોટિસ આપવામાં આવી હતી. બેંકનો જવાબ, વ્યક્તિગત સુનાવણી માં મૌખિક જવાબો પ્રસ્તુત કર્યા હતા તે, ઉપરાંત જે વધારાની માહિતી અને દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, તેને ધ્યાનમાં લીધા પછી આરબીઆઈ આ મામલે એવા નિષ્કર્ષ પર આવી છે કે આરબીઆઇના દિશાનિર્દેશોના પાલનની નિષ્ફળતાનો ઉપરોક્ત ચાર્જ સમર્થિત છે અને નાણાકીય દંડને પાત્ર છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/294 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: