RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78482928

ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો

જુલાઇ 31, 2017

ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે 100 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ચોક્કસ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ આ દંડ લાદવામાં આવ્યો છે.

આ પગલું નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેન્ક દ્વારા થતા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચાર કરવાનો નથી.

પૃષ્ઠભૂમિ

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ચોક્કસ ખાતાઓમાં વિશાળ રોકડ ઉપાડ સંબંધિત RBI ને ફરીયાદ મળી હતી. આ સંદર્ભમાં મળેલા દસ્તાવેજોની તપાસ પછી આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોનું પાલન ન કરવા બદલ શા માટે પેનલ્ટી ન થવી જોઈએ તે કારણ બતાવવા માટે બેંકને નોટિસ આપવામાં આવી હતી.

બેંકનો જવાબ, વ્યક્તિગત સુનાવણી માં મૌખિક જવાબો પ્રસ્તુત કર્યા હતા તે ઉપરાંત જે વધારાની માહિતી અને દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, તેને ધ્યાનમાં લીધા પછી આરબીઆઈ આ મામલે એવા નિષ્કર્ષ પર આવી છે કે આરબીઆઇના દિશાનિર્દેશોના પાલનની નિષ્ફળતાનો ઉપરોક્ત ચાર્જ સમર્થિત છે અને નાણાકીય દંડને પાત્ર છે.

અજિત પ્રસાદ
મદદનીશ સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/295

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?