રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, ને અમલમાં મૂકવા માટેના એક્શન પ્લાનની રૂપરેખા આપે છે
22 મે, 2017 રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, રિઝર્વ બેન્કે આજે તેના પ્રકાશન માં બેંકિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, ની જાહેરાત બાદ, લેવામાં આવેલા પગલાં અને લેવામાં આવનાર પગલાં ની ઉદઘોષણા કરી. 2. વટહુકમ દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949, માં કરવામાં આવેલ સુધારા અને ત્યારબાદ ભારત સરકારે જારી કરેલ અધિસુચના અન્વયે, RBI ને કોઈ પણ બેંકિંગ કંપની અથવા બેંકિંગ કંપનીઓ ને, ડિફોલ્ટ ના સંદર્ભ માં નાદારી અને દેવાળુ સંહિતા (code), 2016 (IBC) ની જોગવાઇઓ અનુસાર નાદારી ઠરાવ ની પ્રક્રિયા ની શરૂઆત કરવા માટે નિર્દેશ આપવા માટે અધિકૃત કરી છે. તદુપરાંત તે ભારતીય રિઝર્વ બેન્ક ને તાણ હેઠળ ની અસ્કયામતો ના સંદર્ભમાં, નિર્દેશ આપવા ની સત્તા આપે છે અને બેંકિંગ કંપનીઓ ને તાણ હેઠળ ની અસ્કયામતો ના નિરાકરણ માટે, બેંક, એક કે વધારે સત્તાવાળા (authorities) અથવા આવા સભ્યો ધરાવી કમિટી ની નિમણુંક કરી શકે છે કે તેને માટે ની મંજૂરી આપી શકે છે. 3. વટહુકમ ની જાહેરાત બાદ તરતજ ભારતીય રિઝર્વ બેન્કે તાણ હેઠળ ની અસ્કયામતો અંગે પગલાં લેવા માટે ના હાલ ના નિયમો માં નીચે મુજબ ફેરફાર કરતો નિર્દેશ જારી કર્યો છે.
બેંકોને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિર્ણય નું પાલન નહીં કરવા માં આવે તો તે માટે તેમને ફરજ પાડવામાં આવશે. 4. હાલમાં, દેખરેખ સમિતિ (oversight committee) બે સભ્યો ની બનેલી છે. RBI સાથે પરામર્શ કરીને, IBA એ તેની રચના કરી છે. રિઝર્વ બેન્ક ના આશ્રય/વડપણ હેઠળ દેખરેખ સમિતિ નું પુનર્ગઠન કરવાનું અને તેમાં વધુ સભ્યો નો સમાવેશ થઈ શકે તે માટે, તેનો વિસ્તાર કરાવાનું નક્કી કરવા માં આવ્યું છે જેથી દેખરેખ સમિતિ તેની સમક્ષ રજૂ થતાં કેસો ને સંભાળી શકાય તે માટે પૂરતી બેંચો ની રચના કરી શકે. હાલના સભ્યો પુનર્ગઠીત દેખરેખ સમિતિ માં ચાલુ રહેશે, વધુ કેટલાક નામો ની જાહેરાત તરતજ કરવા માં આવશે. હાલની જરૂરિયાત મુજબ દેખરેખ સમિતિ સમક્ષ રજૂ થતાં S4A માં આવતા હોય તે સિવાય ના કેસો નો પણ સમાવેશ કરવા માટે રિઝર્વ બેન્ક આયોજન કરી રહી છે. 5. ભારતીય રિઝર્વ બેન્ક, IBC હેઠળ નિરાકરણ માટે રજૂ કરી શકાય તેવા કેસો ને નક્કી કરવા માટે, હેતુલક્ષી અને સાતત્યપૂર્ણ નિર્ણય લેવાની પ્રક્રિયા ની સરળતા માટે માળખું બનાવવા પર કામ કરી રહી છે. રિઝર્વ બેંકે અગાઉ થીજ બેન્કો પાસેથી મોટી તણાવ હેઠળ ની અસ્કયામતોની હાલની સ્થિતિ અંગે માહિતી માગી લીધી છે. આ બાબત માં સલાહ આપવા માટે, રિઝર્વ બેન્ક મખ્યરૂપે તેના સ્વતંત્ર બોર્ડ સભ્યો, નો સમાવેશ કરતી, સમિતિ ની રચના પણ કરશે. 6. પુન:ગઠન ની વર્તમાન માર્ગદર્શિકા, બેંકિંગ પ્રણાલી ની મોટી તાણ હેઠળ ની અસ્કયામતો ની (સમસ્યા) નો ઉકેલ મહત્તમ મૂલ્ય ની રીતે આવી શકે તેવા સુધારા/ફેરફારો માટે પરીક્ષણ હેઠળ છે. ભારતીય રિઝર્વ બેન્ક આ બાબત ની યોજના માં, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ની ભૂમિકા ખૂબ મહત્વ ની હોવાનું માને છે, અને રેટ-શોપિંગ અથવા હિતો નો ટકરાવ ટાળવા માટે, મૂલ્ય નક્કી કરવા નું કામ કોને આપવું તે (રેટિંગ એસાઈનમેંટ) નક્કી કરવાનું કામ રિઝર્વ બેન્ક પોતેજ કરે અને તેના માટે ની ચુકવણી બેન્કો અને રિઝર્વ બેન્ક ના યોગદાન માંથી ઊભા કરાયેલ ભંડોળ માંથી કરવામાં આવે તેની શક્યતા તપાસી રહી છે. 7. રિઝર્વ બેન્ક નોંધે છે કે, વધારેલ સત્તા નો યોગ્ય ઉપયોગ કરી શકાય તે માટે ઘણાબધા હિત ધરવાનારાઓ જેમાં બેન્કો, ARCs, રેટિંગ અજંસીઝ, IBBI અને PE પેઢીઓ નો સમાવેશ થાય છે, તેમની વચ્ચે સંકલન અને સહકારની જરૂર પડશે, જે માટે રિઝર્વ બેન્ક નજીક ના ભવિષ્ય માં હિત ધરાવનારાઓ સાથે બેઠક યોજવાની છે. 8. ભારતીય રિઝર્વ બેન્ક યોગ્ય સમયે જરૂરી જણાય તે સુધારા (updates) જારી કરશે. જોસ જે કટ્ટુર પ્રેસ પ્રકાશન : 2016-2017/3138 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: