<font face="mangal" size="3">લઘુ બચત યોજનાઓ ના વ્યાજ દરોમાં સંશોધન</font> - આરબીઆઈ - Reserve Bank of India
લઘુ બચત યોજનાઓ ના વ્યાજ દરોમાં સંશોધન
ભારિબેં/2015-16/362 07 એપ્રીલ 2016 અધ્યક્ષ / મુખ્ય કાર્યપાલક અધિકારી મહોદય, લઘુ બચત યોજનાઓ ના વ્યાજ દરોમાં સંશોધન ઉપર્યુક્ત વિષયમાં કૃપા કરીને 1 એપ્રિલ 2015 નો અમારો પરિપત્ર આરબીઆઈ/2014-15/536 જૂઓ. ભારત સરકારે 18 માર્ચ 2016 ના તેના કાર્યાલય જ્ઞાપન (Office Memorandum - ઓએમ) ક્ર.એફ.ક્ર./1/04/2016-એનએસ.II ના માધ્યમથી નાણાકીય વર્ષ 2016-17 ના પ્રથમ ત્રણ માસની અવધિ માટે વિભિન્ન લઘુ બચત યોજનાઓ પર વ્યાજના સંશોધિત કરેલા દરો સૂચિત કર્યા છે (પ્રતિલિપિ સંલગ્ન છે). 2. આ સંબંધમાં આવશ્યક કાર્યવાહી માટે સરકારની લઘુ બચત યોજનાઓને પરિચાલિત કરવાવાળી આપની બેંકની શાખાઓને આ પરિપત્રની વિષયવસ્તુથી માહિતગાર કરવા માટેની વ્યવસ્થા કરશો. આ યોજનાઓના ગ્રાહકોની અભિદાનકર્તાઓની જાણકારી માટે આપની શાખાઓના નોટિસ બૉર્ડ પર પણ આ અધિસૂચના પ્રદર્શીત કરશો. ભવદીય, (વી.એસ. પ્રજિશ) |