<font face="mangal" size="3">સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મું - આરબીઆઈ - Reserve Bank of India
સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ-દંડ લગાવવામાં આવ્યો
તારીખ: 23 ઓગસ્ટ 2018 સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ-દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી સાહેબરાવ દેશમુખ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલ બેન્કના ડાયરેક્ટરો, તેમના સંબંધીઓ અને તેઓનું જેમાં હિત છે તેવી પેઢીઓ/ સંસ્થાઓ ને લોન/ ધિરાણ આપવા સંબંધિત સૂચનાઓ / નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ ₹ 5.00 લાખ (રૂપિયા પાંચ લાખ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે ઉક્ત બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબમાં બેંકે લેખિત પ્રત્યુત્તર અને તેના પર વધુ રજુઆતો કરી હતી. કેસ ના તથ્યો અને બેંકના આ બાબત પરના પ્રત્યુત્તર પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉપરોક્ત ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/449 |