<font face="mangal" size="3">ઇન્ડિયા ગોલ્ડ કોઈન (IGC) નું વેચાણ</font> - આરબીઆઈ - Reserve Bank of India
ઇન્ડિયા ગોલ્ડ કોઈન (IGC) નું વેચાણ
RBI/2015-16/298 21 જાન્યુઆરી, 2016 સમગ્ર અનુસુચિત વાણીજ્ય બેંકો (ક્ષેત્રિય ગ્રામીણ બેંકો સિવાય) પ્રિય મહોદય/મહોદયા ઇન્ડિયા ગોલ્ડ કોઈન (IGC) નું વેચાણ આપ જાણોજ છો કે કેન્દ્ર સરકારે ઇન્ડિયા ગોલ્ડ કોઈન (IGC) અશોક ચક્ર સાથે છાપીને /બનાવીને સ્થાનિક બજાર માં પુરા પાડવા માટે MMTC ને અધિકાર આપેલ છે. MMTC એ રીઝર્વ બેંક ને ચોખવટ કરી છે કે IGC માટેના સોના નો વપરાશ હાલ ની પ્રવર્તમાન ગોલ્ડ ડીપોઝીટ સ્કીમ (GDS) અને ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કીમ (GMS) અંતર્ગત ઘરઘત્થું રીતે એકત્ર કરેલા (ડૉમીસ્ટીકલી મોબીલાઈઝડ) સોના માંથીજ કરવામાં આવશે. ૨. એ ધ્યાન માં રાખતા, તારીખ 22 ઓકટોબર, 2015 ના માસ્ટર ડાયરેકશન ઓન ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કીમ માં વ્યાખ્યાયિત હોદ્દેદાર બંકો ને MMTC એ છાપેલા IGC નું વેચાણ કરવાની પરવાનગી આપવાનો નિર્ણયલેવામાં આવે છે. ૩. તારીખ 18 ફેબ્રુઆરી 2015 ના પરિપત્ર નંબર FED.(AP.DIR) Circular No.79 અંતર્ગત બેંકો ઉપર આયાતી સોનાના સિક્કા ના વેચાણ પરનો પ્રતીબંઘ ચાલુ રહેશે. આપનો વિશ્વાસુ (રાજેન્દ્ર કુમાર) |