<font face="mangal" size="3px">શ્રી એન.એસ. વિશ્વનાથને ભારતીય રિઝર્વ બેંકના ઉ& - આરબીઆઈ - Reserve Bank of India
શ્રી એન.એસ. વિશ્વનાથને ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો
04 જુલાઈ 2016 શ્રી એન.એસ. વિશ્વનાથને ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો શ્રી એન.એસ. વિશ્વનાથને આજે ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો. ભારત સરકારે એમને 29 જૂન 2016 ના રોજ ઉપરોક્ત પદ પર 4 જુલાઈ 2016 અથવા ત્યારબાદ એમના દ્વારા કાર્યભાર સંભાળવાની તારીખથી ત્રણ વર્ષની અવધિ અથવા આગળનો આદેશ આવે ત્યાં સુધી, બંનેમાં જે પ્રથમ હોય તે, ભારતીય રિઝર્વ બેંકના ઉપ ગવર્નરના પદ પર નિયુક્ત કર્યા છે. શ્રી વિશ્વનાથન ઉપ ગવર્નરના પદ પર પહોંચ્યા તે પહેલા રિઝર્વ બેંકના કાર્યપાલક નિર્દેશક હતા. ઉપ ગવર્નરના રૂપમાં શ્રી વિશ્વનાથને બેંકિંગ નિયમન વિભાગ (ડીબીઆર), સહકારી બેંકિંગ નિયમન વિભાગ (ડીસીબીઆર), ગેર-બેંકિંગ નિયમન વિભાગ (ડીએનબીઆર), થાપણ વીમા અને શાખ ગેરંટી નિગમ (ડીઆઈસીજીસી), નાણાકીય સ્થિરતા એકમ (એફએસયૂ), નિરિક્ષણ વિભાગ, જોખમ દેખરેખ વિભાગ (આરએમડી) તથા સચિવ વિભાગ સંભાળશે. શ્રી વિશ્વનાથન, કેરિયર કેન્દ્રીય બેંકરે 1981માં ભારતીય રિઝર્વ બેંકમાં કાર્યભાર સંભાળ્યો હતો. તેમની તજજ્ઞતાના ક્ષેત્રોમાં બેંકો, ગેર-બેંકિંગ, નાણાકીય કંપનીઓ અને સહકારી બેંકોના નિયમન અને પર્યવેક્ષણ, મુદ્રા પ્રબંધ, વિદેશી મુદ્રા અને માનવ સંસાધન પ્રબંધ શામેલ છે. તેઓ બેંક ઑફ મૉરેશિયસમાં નિર્દેશક, પર્યવેક્ષણના રૂપમાં ત્રણ વર્ષ માટે વિશેષ અન્યત્ર નિયુક્તિ પર રહ્યા હતા. તેઓ રિઝર્વ બેંકના ક્ષેત્રીય કાર્યાલય, ચેન્નઈના પ્રમુખ પણ રહી ચૂકેલા છે. શ્રી વિશ્વનાથન ત્રણ સાર્વજનિક ક્ષેત્રની બેંકોના નિર્દેશક બોર્ડમાં અલગ-અલગ સમય પર રિઝર્વ બેંક દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ મુખ્ય સતર્કતા અધિકારી અને આંતરિક લેખાપરીક્ષા, આઈએફસીઆઈના પ્રમુખ પણ હતા. તેઓ વિવિધ સમિતિઓ, કાર્ય સમૂહો અને કાર્યદળો સાથે પણ જોડાયેલા છે. તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય સમિતિઓમાં રિઝર્વ બેંકનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેમાં શામેલ છે – નિતિ વિકાસ સમૂહ બીઆઈએસ, બેસલના સભ્ય, બૃહત્ દૂરદર્શી નીતિ સમૂહ, બીઆઈએસ, બેસલના સભ્ય અને આંતરરાષ્ટ્રીય ક્રેડીટ યૂનિયન વિનિયામક નેટવર્કની કાર્યપાલક સમિતિના સભ્ય. 27 જૂન 1958ના રોજ જન્મેલા શ્રી વિશ્વનાથને બેંગલૂરુ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન : 2016-2017/23 |