RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78490028

આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી અને શ્રી એસ. એસ. મુન્દ્રા એજન્સીઓને ચલણ ને લગતા મુદ્દાઓ પર સંક્ષિપ્ત સંબોધન કરે છે: સંપાદિત અનુલેખ

તારીખ: 13 ડીસેમ્બર 2016

આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી અને શ્રી એસ. એસ. મુન્દ્રા એજન્સીઓને ચલણ ને લગતા મુદ્દાઓ પર સંક્ષિપ્ત સંબોધન કરે છે: સંપાદિત અનુલેખ

Video Link

શ્રી આર. ગાંધી

  • બેન્કોએ 10 નવેમ્બર 2016 ના રોજ કાર્યક્રમ ની શરૂઆત થી 10 ડીસેમ્બર 2016 સુધી તેમના કાઉન્ટરો પર અને ATMs મારફત રૂપિયા 4.61 લાખ કરોડના મૂલ્યની નોટો ઇસ્યુ કરેલી છે.

  • આરબીઆઈ અને કરન્સી ચેસ્ટોમાં પરત આવેલ રૂપિયા 500/- અને રૂપિયા 1000/- ની સ્પેસીફાઈડ બેન્કનોટો (SBNs) ની રકમ 10 ડીસેમ્બર 2016 ના દિવસે રૂપિયા 12.44 લાખ કરોડ થઇ.

  • આ સમયગાળા દરમ્યાન, ભારતીય રીઝર્વ બેન્કે પણ બેંકો અને તેમની શાખાઓ મારફતે જાહેરજનતાને વિવિધ મૂલ્ય વર્ગોની કુલ 21.8 બીલીયન નોટો ઇસ્યુ કરી જેમાં 20.1 બીલીયન નોટો નાના મૂલ્યવર્ગો રૂપિયા 10, 20, 50 અને 100 ની હતી અને 1.7 બીલીયન નોટો ઉચ્ચતર મૂલ્યવર્ગો રૂપિયા 2000/- અને રૂપિયા 500/- ની હતી.

  • તેથી આ પ્રમાણે, જાહેરજનતા ના હાથો સુધી નોટોના પરિભ્રમણ માટે સંપુર્ણ સીસ્ટમ મદદરૂપ થવા સતત તૈયાર થઇ રહી છે. દરરોજ અમે વધુ ને વધુ નોટો ઇસ્યુ કરી રહ્યા છીએ, તેમને છપાવીએ છીએ અને જારી કરીએ છીએ. આ અવિરત પ્રયાસ હશે અને જાહેરજનતાને તેમની પાસેની નોટોનો સંગ્રહ કરવાને બદલે મુક્તપણે ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે છે.

શ્રી એસ. એસ. મુન્દ્રા

  • વિવિધ બેંક શાખાઓમાં જોવા મળેલ કેટલાંક વ્યવહારો અને વિવિધ બેંક શાખાઓમાં શંકાસ્પદ વ્યવહારોમાં સ્ટાફની તથા કથિત સંડોવણી વિશે મીડિયામાં અહેવાલો છે.

  • હું એ જણાવવાનું પસંદ કરીશ કે આ પ્રક્રિયાની શરૂઆત થી જ, બેન્કિંગ ઉદ્યોગે સારૂ કામ કર્યું છે. બેંક કર્મચારીઓ એ ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને તેમના માં ના બહુમતી (કર્મચારીઓ) એ ચોક્કસ પ્રશંસા પ્રાપ્ત કરી હશે.

  • એવું કહેવાયું છે કે આ કદના કાર્યમાં, હંમેશાં એવા કેટલાક તત્વો હોવાના કે જેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે તેના કરતાં વિરૂદ્ધ વર્તન કર્યું હોય અને અમે તે અંગે સતત તકેદારી રાખી રહ્યા છીએ. અમે તમામ બેંક વ્યવસ્થાપકો ને મધ્યસ્થ ડેટા ચકાસવાની વિસ્તૃત સૂચનાઓ આપી છે અને જ્યાંપણ તેમને અસંગતતા જણાય ત્યાં તેમના આંતરીક ઓડીટના માળખા દ્વારા અવલોકન / ચકાસણી કરવી જોઈએ.

  • આરબીઆઇના પર્યવેક્ષકો પણ બેન્કોના વિવિધ ડેટા પોઈન્ટો પર આવી કવાયત કરી રહ્યા છે અને જ્યારે પણ કોઈ કઢંગા / આડાઅવળા વ્યવહારો અથવા કાર્યો ધ્યાન પર આવે ત્યારે યોગ્ય તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય પગલાં ભરવામાં આવશે.

  • એવા કેટલાય કિસ્સાઓ છે જેમાં બેન્કોએ સ્ટાફ સદસ્યોની વિરૂદ્ધ કાર્યવાહી કરી હોય.

  • બેન્ગાલૂરુમાં આરબીઆઇના સ્ટાફમાંના કોઈ એક વિશે પણ મીડિયામાં અહેવાલો છે. મને સ્પષ્ટતા કરવા દો કે તે ભારતીય રીઝર્વ બેન્કનો કનિષ્ઠ (જુનિયર) કર્મચારી છે અને તપાસ એજન્સી એ અહેવાલ આપ્યો છે કે તે એક બેંક શાખામાં હાજર હોવાનું અંકિત કરાયેલ હતું કે જ્યાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો થઇ રહ્યા હતા. આ વિશે જાણ્યા છતાંપણ સંબંધિત કર્મચારીને નિલંબિત (સસ્પેન્ડ) કરવામાં આવ્યો છે. અમે તપાસ શરૂ કરી છે અને એકવાર વિગતો નક્કી થાય પછી કાર્યવાહી કરવામાં આવશે.

  • ભારતીય રીઝર્વ બેંક પણ વિવિધ તપાસ એજન્સીઓ સાથે સંકલન અને સહકાર સાધી રહી છે કે જયારે તેઓ તેમના દ્વારા જોવામાં આવેલા શંકાસ્પદ વ્યવહારોની વિગતો આપે. હું ધારું છું એ પણ સુવિદિત છે કે તમામ બેંકો અને ભારતીય રીઝર્વ બેંક પાસે વ્હીસલ બ્લોઅરની સંસ્થા છે અને અમે હંમેશાં પ્રોત્સાહન આપીએ છીએ કે આવા મિશનમાં આવી કોઈ માહિત હોય તો તેને અમારા સુધી વ્હીસલ બ્લોઅર માળખા દ્વારા પહોંચાડવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

  • PTI દ્વારા પ્રશ્ન: એવા અહેવાલો છે કે Axis બેન્કને કારણદર્શી નોટીસ આપવામાં આવી રહી છે.

    મેં જણાવ્યું તે મુજબ, આ તબક્કે આવી કોઈ વસ્તુ નથી. જ્યાંપણ આવા કાર્યોના અહેવાલો મળે ત્યારે તપાસ કરવામાં આવે છે. પરંતુ અત્યારે અમારા દ્વારા કોઈ કારણદર્શી નોટીસ ઇસ્યુ કરવામાં આવી નથી.

અલ્પના કીલાવાલા
પ્રધાન સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016–2017/1508

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?