<font face="mangal" size="3px">શ્રી સુદર્શન સેને ભારતીય રિઝર્વ બેંકના નવા ક& - આરબીઆઈ - Reserve Bank of India
શ્રી સુદર્શન સેને ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશકના પદ પર કાર્યભાર ગ્રહણ કર્યો
04 જુલાઈ 2016 શ્રી સુદર્શન સેને ભારતીય રિઝર્વ બેંકના નવા કાર્યપાલક નિર્દેશકના શ્રી સુદર્શન સેને આજે ભારતીય રિઝર્વ બેંકમાં નવા કાર્યપાલક નિર્દેશકના પદ પર કાર્યભાર ગ્રહણ કર્યો છે. તેઓ બેંકિંગ નિયમન વિભાગ, સહકારી બેંક નિયમન વિભાગ તથા ગેર-બેંકિંગ નિયમન વિભાગ સંભાળશે. શ્રી સેન, એક કેરિયર કેન્દ્રીય બેંકર કે જેઓ લાંબા સમયથી બેંક પર્યવેક્ષણ અને નિયમનની સાથે જોડાયેલા રહ્યા છે, તેઓ કાર્યપાલક નિર્દેશકનો કાર્યભાર ગ્રહણ કરતા પહેલા બેંકિંગ નિયમન વિભાગના પ્રભારી હતા. તેઓ રિઝર્વ બેંકના ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદના ક્ષેત્રીય નિર્દેશક તરીકે પણ રહી ચૂક્યા છે. શ્રી સુદર્શન સેને આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને નાણામાં બર્મિંગહામ વિશ્વવિદ્યાલય, યૂકેથી એમબીએ કરેલું છે. તેઓએ વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી પણ પ્રાપ્ત કરેલી છે. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/29 |