<font face="mangal" size="3">શ્રી વિનાયક સહકારી બેંક લિમિટેડ, અમદાવાદ (ગુજ&# - આરબીઆઈ - Reserve Bank of India
શ્રી વિનાયક સહકારી બેંક લિમિટેડ, અમદાવાદ (ગુજરાત) (બિન-અનુસુચિત યુસીબી) પર દંડ લગાવાયો
૨૪ જુલાઈ ૨૦૧૮ શ્રી વિનાયક સહકારી બેંક લિમિટેડ, અમદાવાદ (ગુજરાત) (બિન-અનુસુચિત યુસીબી) પર દંડ લગાવાયો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓને લાગુ) ની કલમ ૪૬(૪) સાથે વંચાતી કલમ ૪૭ એ (૧) ની જોગવાઈઓ હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને પર્યવેક્ષી કાર્યવાહી માળખું (એસએએફ) હેઠળ જારી કરાયેલ આરબીઆઈ સૂચનાઓ નું ઉલ્લંઘન, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ કેવાયસી / એએમએલ ધોરણો ના ઉલ્લંઘન વગેરે માટે શ્રી વિનાયક સહકારી બેંક લિમિટેડ, અમદાવાદ (ગુજરાત) (બિન-અનુસુચિત યુસીબી) પર ₹ ૫.૦૦ લાખ (પાંચ લાખ રૂપિયા માત્ર) નો નાણાંકીય દંડ લાદયો છે. ભારતીય રિઝર્વ બેંકે ૩૧ માર્ચ ૨૦૧૭ ના રોજની નાણાંકીય સ્થિતિ માટેના નિરીક્ષણ ના નિષ્કર્ષ પર આધારિત ઉપરોક્ત બેંકને ‘કારણ બતાવો નોટીસ’ (એસસીએન) જારી કરી હતી જેના પ્રતિભાવ માં બેંકે લેખિત જવાબ પ્રસ્તુત કર્યો હતો અને ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદ માં ઉચ્ચ અધિકારીઓ ની સમિતિ સમક્ષ વ્યક્તિગત રજૂઆત કરી હતી. આ અંગે બેંક ના પ્રત્યુત્તર અને વિષય ના તથ્યો પર વિચારણા કર્યા પછી રિઝર્વ બેંક એ નિષ્કર્ષ પર આવી છે કે ઉપરોક્ત ઉલ્લંઘનો સિદ્ધ થાય છે અને દંડ લગાવવાની આવશ્યકતા છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/208 |