<font face="mangal" size="3">નાની નાણાકીય બૅંકો - નાણાકીય સમાવેશ અને વિકાસ & - આરબીઆઈ - Reserve Bank of India
નાની નાણાકીય બૅંકો - નાણાકીય સમાવેશ અને વિકાસ અંગેની માર્ગદર્શિકાના સંક્ષેપ
આરબીઆઇ/2017-18/14 જુલાઈ 6, 2017 ચેરમેન / મેનેજિંગ ડિરેક્ટર /મુખ્ય કાર્યપાલક અધિકારી નાની નાણાકીય બૅંકો - નાણાકીય સમાવેશ અને વિકાસ અંગેની માર્ગદર્શિકાના સંક્ષેપ નાની બેન્કો ને લાઈસન્સ માટેના માળખાના નિર્માણ અંગે વર્ષ 2014-15 નાં અંદાજપત્ર માં કરવામાં આવેલ જાહેરાતને ધ્યાનમાં રાખીને અને દેશમાં બિન બેંક અને અન્ડર-બેન્કવાળા ક્ષેત્રોમાં માઇક્રો અને નાના સાહસો, કૃષિ અને બેંકિંગ સેવાઓમાં ધિરાણ પૂરું પાડવા પર ભાર મૂકવા, રિઝર્વ બેંકે ખાનગી ક્ષેત્રની નવી "નાની નાણાકીય બૅંકો" (S.F.B.s) ને લાઈસન્સ આપવાનો નિર્ણય કર્યો. યોગ્ય પ્રક્રિયા પછી એસ.એફ.બી.(S.F.B.s) ની સ્થાપના કરવા માટે દસ અરજદારોને 16 સપ્ટેમ્બર, 2015 ના રોજ પ્રેસ રિલીઝ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરીઓ આપવામાં આવી હતી. 2. ત્યારબાદ, ઓક્ટોબર 6, 2016 ના પરિપત્ર સં. DBR.NBD.No.26/16.13.218/2016-17 દ્વારા નાની નાણાકીય બૅંકો (S.F.B.s) માટેની સંચાલન માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી હતી, જે અન્ય બાબતોની સાથે, નાણાકીય સમાવેશ અને વિકાસ સંબંધિત ક્ષેત્રની વ્યાપક માર્ગદર્શિકા નિયત કરે છે. આના અનુસંધાનમાં વિસ્તૃત માર્ગદર્શિકાનો સારાંશ સંક્ષેપ (compendium)ના સ્વરૂપમાં સંલગ્ન કરેલ છે. માર્ગદર્શિકા નો અમલ આ સંક્ષેપની તારીખથી કાર્યરત છે. આપની વિશ્વાસુ, (ઉમા શંકર) |