<font face="mangal" size="3">SBNs માટે બેંક શાખા માં આવતા ગ્રાહકો ની આંગળી પર અ - આરબીઆઈ - Reserve Bank of India
SBNs માટે બેંક શાખા માં આવતા ગ્રાહકો ની આંગળી પર અવિલોપ્ય શાહી મુક્વામાટે ની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર
RBI/2016-17/133 15 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર /મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય/ મહોદયા, SBNs માટે બેંક શાખા માં આવતા ગ્રાહકો ની આંગળી પર અવિલોપ્ય શાહી મુક્વામાટે ની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર કૃપયા ઉપરોક્ત વિષય પરના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No .DCM (Plg) No.1226 /10.27.00 /2016-17 નો સંદર્ભ જુઓ. વિવિધ ક્ષેત્રોમાંથી મળેલા પ્રતિસાદ ના આધારે, એવું જણાય છે કે Specified બેંક નોટો ના આવા વિનિમય માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (SOP) અમલ માં મુકવી જરૂરી છે. તે પ્રમાણે, બેંકો ને નીચેના પગલાં અમલ માં મુકવાનું જણાવવામાં આવે છે. i. SBNs નો વિનિમય કરતી વખતે, સંબંધિત બેંક શાખા અને પોસ્ટ ઓફિસો ગ્રાહક ની જમણી તર્જની પર અવિલોપ્ય શાહી ની નિશાની મુકે જેથી ઓળખી શકાય કે તે/ તેણીએ જૂની ચલણી નોટો માત્ર એક જ વાર બદલી છે. ii. અવિલોપ્ય શાહી, બેંકો સાથે ના સંકલન માં અને RBI સાથે પરામર્શ માં ઇન્ડીયન બેંક એસોસિએશન (IBA) બેંક/ પોસ્ટ ઓફિસો ને પૂરી પાડશે. iii. શરૂઆતમાં આ પ્રક્રિયા મેટ્રો શહેરો માં શરુ કરવામાં આવશે અને ત્યારબાદ અન્ય વિસ્તારોમાં લંબાવવામાં આવશે. iv. પ્રત્યેક બેંક શાખા ને કાળી અવિલોપ્ય શાહી ની 5 મીલીગ્રામ ની એક એવી બોટલો પૂરી પાડવામાં આવશે. બોટલ ની કેપ માં શાહી લગાવવા માટે એક નાનું બ્રશ હશે. v. ગ્રાહક ને નોટો આપવામાં આવે તે પહેલાં અવિલોપ્ય શાહી કેશિયર અથવા બેંક દ્વારા નામિત અન્ય અધિકારી દ્વારા લગાવી શકાશે કે જેથી જયારે નોટો નો વિનિમય થતો હોય ત્યારે થોડી સેકન્ડ નો સમય લાગશે જે શાહી ને સુકાવા દેશે અને શાહી ને દુર થતા અટકાવી શકાશે. vi. ડાબા હાથ ની તર્જની અથવા ડાબા હાથ ની અન્ય કોઈ આંગળી પર ની અવિલોપ્ય શાહી ને જૂની નોટો ના વિનિમય ને નકારવા માટે ના બહાના તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. આપનો વિશ્વાસુ, (પી. વિજય કુમાર) |