<font face="mangal" size="3">સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016-17-શ્રેણી : I ઇસ્યુ ભાĒ - આરબીઆઈ - Reserve Bank of India
સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016-17-શ્રેણી : I ઇસ્યુ ભાવ
જુલાઇ 15, 2016 સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2016-17-શ્રેણી : I ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(7)-W&M/2016 અને આર.બી.આઈ ના તારીખ જુલાઇ 14, 2016 ના પરિપત્ર IDMD.CDD No 2020/14.04.050/2016-17 ની શરતો અનુસાર સોવારીન સુવર્ણ બોન્ડ 2016-17- શ્રેણી –I, જુલાઇ 18 થી 22, 2016 સુધી ભારણા માટે ખુલ્લી રહેશે. સોવરીન સુવર્ણ બોન્ડ નો ઇસ્યુ ભાવ ₹ 3119/- (રૂપિયા ત્રણ હજાર એકસો ઓગણીસ પૂરા) સોના ના પ્રતિ ગ્રામ દીઠ નક્કી કરવામાં આવ્યો છે. ભાવ ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસીએશન (IBJA) દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના, આગળ ના સપ્તાહ (જુલાઇ 11 થી 15, 2016) ના બંધ ભાવ ની સાદી સરેરાશ પર થી નિશ્ચિત કરવામાં આવેલ છે. અનિરુધ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2016-2017/143 |