સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2017-18 શ્રેણી : III
ઓક્ટોબર 06, 2017 સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2017-18 શ્રેણી : III ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No 929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવરીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડિસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહ ના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લી રહેશે. આપેલ (સંબંધિત) સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ આગામી સપ્તાહના પ્રથમ વ્યવસાય દિવસે કરવામાં આવશે. ઑક્ટોબર 09, 2017 થી ઓક્ટોબર 11, 2017 ની સબસ્ક્રિપ્શનની મુદત માટે જેની પતાવટ ની તારીખ ઓક્ટોબર 16, 2017 છે, બોન્ડનું નામાંકિત મૂલ્ય ઇંડિયન બુલિયન જ્વેલર્સ એશોષીએશન લિમિટેડ દ્વારા પ્રકાશિત ભરણા ના સમય ગાળા ના અગાઉ ના સપ્તાહના છેલ્લા ત્રણ કારોબારી દિવસોની 999 શુદ્ધતા માટે બંધ ભાવની સદી સરેરાશ ને આધારે ₹ 2956 (રૂપિયા બે હજાર નવસો ને છપ્પન પૂરા) પ્રતિ ગ્રામ આવે છે. ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્ક સાથે પરામર્શ કરીને જે રોકાણકારો ઓન-લાઇન અરજી કરે અને અરજી સામે ની ચુકવણી ડિજિટલ મોડ થી કરે તેને બોન્ડ ના નામાંકિત મૂલ્ય પર ₹ 50/- ની છૂટ આપવાનું નક્કી કરેલ છે. આવા રોકાણકારોએ માટે સુવર્ણ બોન્ડ નો ઇસ્યુ ભાવ ₹ 2906 (રૂપિયા બે હજાર નવસો ને છ પૂરા) પ્રતિ ગ્રામ રહેશે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/958 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: