<font face="mangal" size="3">સોવરિન ગોલ્ડ બોન્ડ- ડીમટેરિયલાઈઝેશન</font> - આરબીઆઈ - Reserve Bank of India
સોવરિન ગોલ્ડ બોન્ડ- ડીમટેરિયલાઈઝેશન
તારીખ: 28 એપ્રિલ 2017 સોવરિન ગોલ્ડ બોન્ડ- ડીમટેરિયલાઈઝેશન ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર ના પરામર્શમાં, આજની તારીખ સુધીમાં રૂપિયા 4800 કરોડ ના કુલ મૂલ્ય ના સોવરિન ગોલ્ડ બોન્ડ ની સાત શ્રુંખલા જારી કરેલ છે. આ બોન્ડ ના રોકાણ કર્તાઓને તેમને ભૌતિક અથવા ડીમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિક્લ્ય પૂરો પાડવામાં આવેલો છે. ડીમટેરિયલાઈઝેશન માટેની વિનંતીઓ ને મોટેભાગે સફળતા પૂર્વક પ્રોસેસ કરવામાં આવેલી છે. જોકે, રેકોર્ડ નો એક સમૂહ અન્ય કારણો ઉપરાંત વિવિધ કારણો, જેવાકે નામ અને પાન નંબર માં ભિન્નતા, નિષ્ક્રિય અથવા બંધ ડીમેટ ખાતાઓ, ના લીધે પ્રોસેસ કરી શકાયો નથી. આવી અસફળ ડીમેટ વિનંતીઓ ની એક યાદી હવે https://sovereigngoldbonds.rbi.org.in પર મુકવામાં આવેલી છે. તેમાં આપેલી માહિતી શ્રુંખલા પ્રમાણે છે અને તેમાં પ્રાપ્તકર્તા કાર્યાલયોના નામ, રોકાણકર્તા નો આઈડી અને બોન્ડ ને ડીમટેરીયલાઈઝેશન નહી કરવાના કારણો નો સમાવેશ થાય છે. રોકાણકર્તાઓ તેમનો ઇન્વેસ્ટર આઈડી યાદી માં જોવા મળે છે કે નહી તે જાણવા માટે આ માહિતીનો ઉપયોગ કરી શકે છે. તમામ પ્રાપ્તકર્તા કાર્યાલયો તેમના ગ્રાહકો માટે આ મહિતી નો ઉપયોગ કરી શકશે અને તેમના ગ્રાહકો ના પરામર્શ માં યોગ્ય સુધારાઓ કરી શકશે. ભારતીય રિઝર્વ બેંક ની ઈ-કુબેર એપ્લીકેશનમાં મોડીફીકેશન વિન્ડો આ હેતુ માટે ખુલ્લી છે. અમે ઉમેરીએ છીએ કે પેન્ડીંગ દરજ્જો હોવા છતાંપણ, સોવરિન ગોલ્ડ બોન્ડ આરબીઆઈ ની બુક માં ચાલુ રહેશે અને નિયમિતરીતે તેની સેવાઓ પૂરી પાડવામાં આવશે. અનિરુધ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2016-2017/2928 |